રંગોળી:તમને ખબર છે, દિવાળીમાં કરાતી રંગોળી આપણા શરીરના ઉર્જા પ્રવાહને સુધારી ચક્રો પ્રભાવિત કરે છે

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

‘દિવાળી પર આપણે જે રંગોળી કરીએ છીએ એની પાછળ વૈજ્ઞાનિક દૃિષ્ટકોણ પણ રહેલો છે, એ બહુ ઓછા લોકોને ખબર હશે. રંગોળીના કલર્સ માનવ શરીરના ચક્રોને પ્રભાવિત કરે છે.’ અેમ ડો. અર્પણ ભટ્ટે ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું.

જામનગરમાં ગુલાબ કુંવરબા મહાવિદ્યાલયના યોગ ડિપાર્ટમેન્ટના વડા ડો. ભટ્ટે વધુમાં કહ્યું હતું કે, ‘રંગોળી ફક્ત આપણા આંગણાની શોભા જ નથી વધારતી પરંતુ તે આપણા શરીરમાં ઉર્જાના પ્રવાહને સુધારવાની પણ પ્રક્રિયા કરે છે. આ ઉપરાંત આપણા શરીરમાં રહેલા પાંચ તત્વો અને ચક્રને પણ પ્રભાવિત કરે છે.આ ચક્રના ચોક્કસ, તત્વો આકાર અને રંગો હોય છે.

જ્યારે તમે કોઈપણ રંગોળીની એક ભાત બનાવો છો અને તેમાં રંગની પુરવણી કરો છો ત્યારે તેની વિશિષ્ટ ઉર્જાA ઉત્પન્ન થાય છે જે તમારા શરીરમાં આંખ દ્વારા પ્રતિબિંબ થાય છે. જે ચક્રના આકારને અને રંગને પ્રભાવિત કરે છે. જે આપણા શરીરની અંદરની વિશેષ ઉર્જાને પ્રવાહિત કરે છે. પરિણામે રંગોળી કરનારની એકાગ્રતા અને સ્થિરતામાં વધારો થાય છે. આ ઉપરાંત હકારાત્મક ઉર્જા મળે છે.તેમજ મન પ્રફુલિત થાય અને જો કુદરતી કલરનો ઉપયોગ થયો હોય તો તેની અસર પણ શરીર પર પડે છે.’

જાણો, કયા ચક્રનો કયો કલર અને આકાર

ચક્રનું નામતત્વભૌમિતિક આકૃતિકલર
મુલાધારપૃથ્વીચોરસપીળો
સ્વાદિષ્ઠાનજલકેસરીઅર્ધચંદ્રાકાર
મણીપુરઅગ્નિલાલઉંધુ ત્રિકોણ
અનાહતવાયુ6 ખુણાવાળો તારોલીલો-ધુમાડા જેવો
વિષુધઆકાશવર્તુળભૂરો
અન્ય સમાચારો પણ છે...