ચોરી:તસ્કરોની રંજાડ યથાવત, વધુ એક મકાનને નિશાન બનાવાયું

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગરમાં સરદારનગરમાંથી તસ્કરો બાઇક પણ હંકારી ગયા
  • ​​​​​​​ગોકુળ નગર નજીક શ્યામ નગર શેરી નંબર 3માં બનેલી ઘટના

જામનગર શહેરમાં તસ્કરોની રંજાડ યથાવત રહી છે અને બુધવારના રાત્રિ દરમિયાન તસ્કરોએ વધુ એક રહેણાંક મકાનને નિશાન બનાવી લીધું છે. ઉપરાંત શહેરમાંથી એક બાઈકની પણ ચોરી થયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જામનગર શહેરમાં તસ્કરોની રંજાડ ખૂબ જ વધી ગઈ છે અને છાશવારે ચોરીના બનાવો બની રહ્યા છે. એકી સાથે પાંચ મકાનોને નિશાન બનાવી લીધા પછી બુધવારના રાત્રે વધુ એક મકાનને નિશાન બનાવાયું છે.

જામનગરમાં ગોકુળ નગર નજીક શ્યામ નગર શેરી નંબર -3 માં રહેતા ભાવેશભાઈ ખીમજીભાઇ રાઠોડ એ પોતાના બંધ રહેણાંક મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લઈ મકાનમાંથી 10,000 ની રોકડ રકમ અને 15,000 ના સોનાના બુટીયા વગેરે મળી કુલ રૂપિયા 25,000 ની માલમતા ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. આ ઉપરાંત જામનગરમાં સરદાર નગર શેરી નંબર-1 માં રહેતા કાંતિલાલભાઈ નથુભાઈ નકુમે પોતાના ઘર પાસે પાર્ક કરેલું પોતાનું મોટરસાયકલ પણ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા નું પોલીસમાં જાહેર કર્યું છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.

અન્ય સમાચારો પણ છે...