તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:સર્વર ડાઉન થઇ જતાં આયુષ્યમાન કાર્ડમાં અરજદારોને પગે પાણી ઉતર્યા, 10 દિવસથી સમસ્યાના કારણે વારંવાર ધરમ ધક્કા

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર્ડ ન મળતાં સારવારમાં વિલંબથી દર્દીઓની મુશ્કેલી બેવડાઇ

જામનગરમાં સર્વર ડાઉન અને કનેક્ટિવિટીની સમસ્યાના કારણે છેલ્લાં 10 દિવસથી આયુષ્માન કાર્ડ ન નીકળતા અરજદારોન પગે પાણી ઉતરી રહ્યા છે. ખાસ કરીને બહારગામથી આવતા દર્દીઓને ધરમના ધકકા થઇ રહ્યા છે. જામનગરમાં ટાઉનહોલ, શરૂ સેક્શન રોડ, સિવિક સેન્ટર અને જી.જી. હોસ્પિટલમાં આયુષ્માન ભારત યોજના અન્વયે કાર્ડ કાઢી આપવાની કામગીરી ચાલી રહી છે.

પરંતુ સર્વર ડાઉન અને કનેક્ટિવિટીની સમસ્યાના કારણે છેલ્લા 10 થી વધુ દિવસથી અરજદારો ધક્કા ખાઈ રહ્યા છે. પરંતુ કામ થતું નથી. પરિણામે દર્દીઓની સારવારમાં પણ વિક્ષેપ ઊભો થયો છે. આ કામગીરી પહેલા રાજ્ય સરકાર દ્વારા થતી હતી અને મા કાર્ડ માટે રાજ્ય સરકારનો કોમ્પ્યૂટર પ્રોગ્રામ ચાલતો હતો, પરંતુ કેન્દ્ર સરકાર હસ્તક કામગીરી શરૂ કરવામાં આવ્યા પછી ધાંધિયા શરૃ થતાં અરજદારો પરેશાન થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...