• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • As The Gate Of Aji 3 Dam Is To Be Vacated For Repairing Purposes, The Officials Including The Commissioner Of Jamnagar Municipality Inspected The Dam Site.

ડેમ સાઈટની મુલાકાત:આજી -3 ડેમના ગેઇટ રીપેરીંગ અર્થે ખાલી કરવાનો હોવાથી જામનગર મનપાના કમિશનર સહિત અધિકારીઓએ ડેમ સાઈટનું નિરીક્ષણ કર્યું

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ વિભાગ દ્વારા આજી -3 ડેમ ગેટ રીપેરીંગ અર્થે ખાલી કરવાનો હોવાથી કેચમેન્ટ એરિયામાંથી 40 એમએલડી પાણી મેળવવાની પંપિંગ મશીનરીની ગોઠવણ મનપા દ્વારા કરવામાં આવેલ છે, જેનું આજરોજ મહાનગરપાલિકા ના કમિશનર દ્વારા વોટર વર્કસ વિભાગના અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

જામનગર મહાનગરપાલિકા દ્વારા આજીડેમ -3 ખાતે ગેટ રીપેરીંગ અર્થે સિંચાઈ વિભાગ રાજકોટ દ્વારા આજીડેમ- 3 ખાલી કરવાનો થતો હોય , જેના ભાગરૂપે પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને મિટિંગમાં મળેલ સૂચના અનુસાર કેચમેન્ટ એરિયામાંથી પાણી ઉપાડવાની કામગીરી મનપા દ્વારા શરૂ કરવામાં આવેલ હોય આ કામગીરીનું જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી દ્વારા વોટર વર્કસ વિભાગના કાર્યપાલક એન્જિનિયર નાયબ એન્જિનિયરની ટીમ સાથે આજી -3 ડેમ ખાતે સાઇટ વિઝીટ કરવામાં આવી હતી.

આજી -3 ડેમ ખાલી થતા 40 એમ એલ ડી પાણી મેળવવા કરવામાં આવેલી ગોઠવણ પંપીંગ મશીનરી નું કમિશનર દ્વારા નિરીક્ષણ કરાયું હતું અને પાઇપલાઇન ટેસ્ટિંગ ની કામગીરી કરી હતી, તેમજ આ ડેમ ખાલી થયા બાદ પણ સમગ્ર શહેરને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે વોટર વર્કસ વિભાગને જરૂરી સૂચના આપી હતી. જામનગર મહાનગરપાલિકા વોટર વર્કસ વિભાગ દ્વારા જામનગર શહેરમાં આ કામગીરીને અનુલક્ષીને પાણી વિતરણમાં વિક્ષેપ ઊભો ન થાય તેની પણ તકેદારી રાખવા સૂચનો આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...