ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ચૂંટણીનું ચોમાસું આવ્યું એટલે નેતાઓના રૂપમાં દેડકા દેખાવા માંડ્યા

જામનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાયદાઓ મામલે ગ્રામ્ય પંથકના લોકોના કટાક્ષ સાથે વ્યંગ્યબાણ: રાજકીય ધમધમાટ વચ્ચે કયાંક ભારે ગરમાવો, કયાંક હજુ ઉદાસીન માહોલ

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય પંથકમાં શિયાળાના આગમન સાથે ફુલગુલાબી ઠંડીના માહોલ વચ્ચે ચુંટણીલક્ષી માહોલ હવે ધીરે ધીરે ગરમાય રહયો છે . હજુય કોઇક સ્થળે સુશુપ્ત માહોલ પણ રહયો છે . ચૂંટણીને પગલે વાયદાઓની ભરમાર મુદ્દે પણ અમુક લોકો કટાક્ષ સાથે વ્યંગ્યબાણ પણ વ્યકત કરી રહ્યા છે. ભાસ્કર ટીમ રોજે રોજે આ પ્રમાણે ગ્રાઉન્ડ રીપોર્ટ આપી હાલાર પંથકના વિવિધ ગામડાઓમાં થતી ગતિવિધિઓની હલચલથી આપને ઘેરબેઠા વાકેફ કરશે.

ગુંદલા ( તા . ભાણવડ )

શિયાળુ સિઝનમાં ખેડૂતો વ્યસ્ત, માહોલનો અભાવ
ગુંદલા | ભાણવડ તાલુકાના 1400 ની વસ્તી ધરાવતા ગુંદલા ગામમાં કુલ 1100 મતદારો છે . ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી લઈને આજ દિવસ સુધી ચૂંટણીના લઈને ખાસ માહોલ જોવા મળી રહ્યો નથી . ગામમાં ખેડૂતોની સંખ્યા વધુ છે . શિયાળાની શરૂઆત થઈ ગઈ છે . આથી મગફળી અને શિયાળુ પાકની સિઝન ચાલતી હોવાથી ખેડૂતો તેમાં વ્યસ્ત હોય ગામમાં ચૂંટણીની કોઇ ચર્ચા થતી નથી .

ચૂર (તા. કલ્યાણપુર)
વાયદા કરે છે પણ પુરા કરી શકતા નથી તેવા કટાક્ષ
ચૂર | કલ્યાણપુર તાલુકાના ચુર ગામમાં ચૂંટણીને લઈને માહોલ ગરમાયો છે . ગામમાં શેરી , ચોક , વાડી સહિત જ્યાં જુઓ ત્યાં ચૂંટણીની વાત થઈ રહી છે . ગ્રામજનો મોંઘવારી , ડેમ , ખેડૂતલક્ષી યોજનાઓ સહિતના મુદ્દાઓ લઈને ચર્ચા તો કરી જ રહ્યા છે આ સાથે વાયદા કરે છે પણ પૂરા કરી શકતા નથી . મોટા મોટા વાયદાઓ જ કરે છે તેવા કટાક્ષ પણ અમુક ગ્રામજનો કરી રહ્યા છે .

નાગડા (તા. ખંભાળિયા)
ખોટે ખોટા વાયદા કરી આશ્વાસન અપાય છે
નાગડા | ખંભાળિયા તાલુકાનું નાગડા ગામ વસ્તીની દ્રષ્ટિએ ખૂબ નાનું છે . 350 જેટલા જ મતદારો છે . એટલે આ ગામમાં કોઈ ફરકતું જ નથી ગામના પ્રશ્નો તો ઘણા છે પણ જો કોઈ ફરકે તો પણ ખોટા ખોટા વાયદા કરીને ફક્ત આશ્વાસન આપે છે . વળી માલધારી અને ખેડૂતોનો વસવાટ હોવાથી ગામ ગામમાં કોઈને ચૂંટણી અંગે ચર્ચા કરવાનો સમય જ નથી . અમુક વર્ગ વાયદા મુદ્દે વ્યંગ્યબાણ વ્યકત કરી રહ્યો છે.

હડમતીયા ( તા. કલ્યાણપુર)
ક્યાંક ચુંટણીની ચર્ચા તો કયાંક હળવી રમુજો
કલ્યાણપુર તાલુકાના હડમતીયા ગામમાં ચૂંટણીને લઈને માહોલ જામ્યો છે . ગામમાં ચોરે , વાડીએ ખેતરે બધી જ જગ્યાએ ચૂંટણીના લઈને ક્યાંક ચર્ચાઓ તો ક્યાંક રમૂજો થઈ રહ્યા છે . આટલું ઓછું હોય તેમ ગ્રામજનો વાયદાઓ મુદદે કટાક્ષો કરી રહ્યા છે. ચૂંટણીનો રાજકીય ગરમાવો તેમજ ધમધમાટ પણ આગામી દિવસોમાં વેગ પકડશે. ઠેર ઠેર થતી ચર્ચાઓ આગામી દિવસોમાં ચરમસીમાએ પહોંચશે.

હાથલા (તા.ભાણવડ)
હજુ રાજકીય ચહલ પહલ નહિવત ...

હાથલા | ભાણવડ તાલુકા 1800 ની વસ્તી ધરાવતા હાથલામાં ગામમાં ચૂંટણીને લઈને કોઈ માહોલ જ નથી આપણે ત્યાં ચૂંટણીને એક અવસર ગણીએ છીએ અને તેને તહેવારની જેમ ઉજવીએ છીએ પરંતુ ગામમાં ચૂંટણીને લઈને કોઈ રસ જ નથી . પક્ષ ઉમેદવાર તેમજ અન્ય મુદ્દા ને લઈને ચર્ચા ભાગ્યે જ સાંભળવા મળે છે . બધા પોતપોતાના કામમાં વ્યસ્ત છે કોઈને ચૂંટણીમાં રસ નથી એવુ હાલ જોવા મળે છે.

સમાણા ( જામજોધ પુર)
કાર્યકરોનો ધમધમાટ, હજુ ગ્રામજનો નીરસ
જામજોઘપુર બેઠક પર 2800 ની વસતીવાળા અને 1480 મતદારો ધરાવતા સમાણા ગામે ચૂંટણી જાહેર થયા બાદ રાજકીય ધમધમાટ પૂરજોશમાં છે . પરંતુ હજુ કોઇ ખાટલા બેઠક થતી નથી . આટલું જ નહીં ગામના ચોરે અને દુકાને એકઠા થતા લોકો ચૂંટણી તથા ઉમેદવારો , રાજકીય પક્ષોને અનુલક્ષીને કોઇ કટાક્ષ કે ચર્ચા કરતા ન હોવાથી ચૂંટણીનો હજુ સુધી મહદઅંશે નીરસ માહોલ જોવા મળી રહ્યો છે .
વાંસજાળિયા ( જા. પુર)
રાજકીય માહોલ તો દૂરની વાત ચર્ચા' ય નહી !

વાંસજાળીયા | જામજોધપુર બેઠક પરના 4000 ની વસતી ધરાવતા અને 2900 મતદારવાળા વાંસજાળિયા ગામે રાજકીય માહોલ તો દૂરની વાત ચૂંટણીની ચર્ચા પણ થતી નથી . ગામમાં ખાટલા બેઠકનો દૌર શરૂ થયો નથી . ગામના ચોરે અને દુકાને લોકો એકઠા થાય છે પરંતુ ચૂંટણી , રાજકીય પક્ષ કે ઉમેદવારને લઇને કોઇ પ્રશ્ન કે મુદાની ચર્ચા કરતા નથી . જો કે , મતદાન કરશું તે ગપસપ ચાલી રહી છે .

હરીપર ( તા .ધ્રોલ)
સાંજ પડતા જ ઓટલા બેઠકોના થતાં મંડાણ

હરીપર | ધ્રોલ તાલુકાના હરીપરમાં ચૂંટણીની જાહેરાત સાથે જ હળવે પગલે શરૂ થયેલી ચર્ચાઓ હવે દિન-પ્રતિદિન ગરમાઈ રહી છે. હાલ ખેતીની સિઝન ચાલુ હોવા છતાં મોડીસાંજ ના સમયે ઠેર ઠેર ઓટલા પર વડીલો તો પાનના ગલ્લાઓ પર યુવા વર્ગ રાજકીય ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે. જો કે, હવે અંતિમ દિવસોમાં ચૂંટણીલક્ષી ગરમાવો પણ વધી જશે. સાથે ચ ર્ચાઓ પણ જોર પકડશે.

અન્ય સમાચારો પણ છે...