જામનગર શહેરમાં 33 મુ માર્ગ સલામતી સપ્તાહ ચાલી રહ્યું છે જે તારીખ 11 થી 17 જાન્યુઆરી સુધી ચાલશે ત્યારે જામનગર શહેરની ટ્રાફિક શાખા દ્વારા ઉતરાયણના પર્વ ની ગણતરી ની કલાકો જ બાકી રહી છે ત્યારે શહેરમાં લાલ બંગલા સર્કલ ખાતે વાહન ચાલકોના ગળામાં સેફટી બેલ્ટ બાંધવામાં આવ્યા હતા. ક્યારે 33 મું માર્ગ સલામતી સપ્તાહ ચાલુ છે ત્યારે ઉત્તરાયણ પર્વ નિમિત્તે વાહન ચાલકોને પતંગ રસિકો પતંગ ચગાવી રહ્યા હોય ત્યારે રસ્તા પર દોર વાહનચાલકો ને નુકસાન ન કરે અને વાહન ચાલકોના ગળાની સેફટી રહે તે માટે વાહન ચાલકોના ગળા પર આજરોજ ટ્રાફિક શાખા દ્વારા સેફ્ટી બેલ્ટ બાંધવામાં આવ્યો હતો.
જયારે સડક સુરક્ષા જીવન રક્ષા 33 નું માર્ગ સલામતી સપ્તાહ તારીખ 11 થી 17 જાન્યુઆરી 2023 દરમિયાન ચાલી રહ્યું છે ત્યારે ટ્રાફિક શાખા આરટીઓ દ્વારા સંયુક્ત રીતે વાહન ચાલકોના ગળામાં સેફ્ટીબેલ્ટ બાંધવામાં આવ્યું છે જ્યારે ઉતરાણ પર્વની ગણતરીની કલાકો જ બાકી છે તે પહેલા વાહન ચાલકોને પણ સેફટી માટે જાગૃત કરવામાં આવ્યા અને લોકોના ગળામાં સેફટી બેલ્ટ બાંધવામાં આવ્યા જ્યારે માર્ગ સલામતી સપ્તાહમાં આરટીઓના ઇન્સ્પેક્ટર એન.ડી.આંબલીયા ટ્રાફિક પીએસઆઇ મેરામણ મોઢવાડિયા, તેમજ ટ્રાફિક શાખા ના દેવાયતભાઈ મહેન્દ્રસિંહ સહિતના સ્ટાફના લોકો દ્વારા ટ્રાફિક્સ અંતર્ગત ઉત્તરાણ પર્વે કલાકો પહેલા જ વાહનચાલકોમાં ગળામાં સેફટી બેલ્ટ લગાડવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.