તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લેબ ટેક્નિશિયન પરીક્ષાના બે પરિણામ પ્રકરણ:પરીક્ષા એજન્સીની નાની અને પહેલી જ ભૂલ હોવાથી મૌખિક ચેતવણી જ અપાઈ: પાલિકા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સંખ્યાબંધ ઉમેદવારોના 5-5 માર્કસ વધારી દેવામાં આવતા વિવાદ સર્જાયો હતો: અધિકારીએ કહ્યું, શંકા હોય તો મનપાનો સંપર્ક કરો
  • પહેલું પરિણામ 18 ઓગસ્ટ અને બીજું કથિત સુધારા સાથેનું 23 ઓગસ્ટે બહાર પાડ્યું હતું

જામનગર મહાનગરપાલિકામાં લેબ ટેક્નિશિયનની લેવાયેલી પરીક્ષામાં બે પરિણામો જાહેર કર્યાના ચકચારી પ્રકરણમાં હવે મહાપાલિકાએ પરીક્ષા લેનાર એજન્સીને મૌખિક ચેતવણી આપી છે અને બીજી બાજુ ઉમેદવારોને અપીલ કરી છે કે જો તેમને તેમની પરીક્ષામાં કે માર્કસમાં ગોટાળા લાગતા હોય તો તેઓ મહાપાલિકાનો સંપર્ક કરી શકે છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા લેબ ટેક્નિશિયનની 13 જગ્યાઓ માટે લેખિત પરીક્ષા લેવામાં આવી હતી જેનું એક પરિણામ તા.18 ઓગસ્ટ અને બીજુ સુધારેલું પરિણામ તા.23 ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવતા ચકચાર મચી હતી.

બંને રિઝલ્ટમાં વિદ્યાર્થીઓના માર્કસ 5 સુધી વધી ગયા હતા જેના કારણે પરીક્ષાર્થીઓમાં ભારે હોબાળો મચી ગયો હતો. દરમિયાન મહાપાલિકાએ આ ચકચારી પ્રકરણમાં પરીક્ષા લેનાર એજન્સીને નાની અને પહેલી ભૂલ હોય તેમ માની મૌખિક ચેતવણી ભવિષ્યમાં આવું ન થાય તે માટે આપી છે તેમજ જે વિદ્યાર્થીઓને લાગતું હોય કે તેના માર્કસ ઓછા છે કે તેના જવાબ સાચા હોવા છતાં ખોટા ગણવામાં આવ્યા છે તો તેઓ મહાપાલિકાનો સંપર્ક કરી શકે છે તેમ પાલિકાના અધિકારીઓએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...