તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરપ્રાઇઝ વિઝિટ:મેયર તરીકે ચાર્જ સંભાળતા જ બીનાબેન કોઠારી જોવા મળ્યા એકશનમાં, મનપાની તમામ શાખાની મુલાકાત લઈ કર્મચારીઓને જરુરી સૂચનો કર્યા

જામનગર3 મહિનો પહેલા
  • મેયર સાથે અધિકારી-કર્મચારીઓ પણ દોડતા થયા

જામનગરના મેયર તરીકે પદભાર સંભાળ્યા બાદ બીનાબેન કોઠારી આજે એકશનમાં જોવા મળ્યા હતા. આજે સવારે મનપા કચેરી પર આવતા જ મેયરે તમામ શાખાની મુલાકાત લીધી હતી.

જામનગર મહાનગર પાલિકાની ટાઉન પ્લાનિંગ, ટેક્ષ શાખા, સિવિલ ,વોટર વર્કસ, શાખાના સોલિડવેસ્ટ ,શાખા એસ્ટેટ, અને આરોગ્ય વિભાગની મુલાકાત લઇ અધિકારીઓને કામગીરી બાબતે જરુરી સૂચના આપી હતી.જ્યારે તમામ કચેરીઓ ના કાર્યપાલક એન્જિનિયર અને કર્મચારીઓને કામગીરી માટે આવતા લોકોનું નિષ્ઠાપૂર્વક કામ કરવા સૂચન કર્યું હતું.

તમામ શાખાની મુલાકાત દરમિયાન મેયરની સાથે નાયબ કમિશનર વસ્તાણી સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...