અનુરોધ:જામનગર જિલ્લા-શહેરના કલાકારોને કલા મહાકુંભમાં રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલાકારરોએ રજીસ્ટ્રેશન માટે 6 જાન્યુઆરી સુધીમાં અરજી કરવાની રહેશે

ગુજરાત સરકારનાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર જામનગરની રાહબરી હેઠળ તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જીલ્લા રમત ગમત કચેરી જામનગર દ્વારા આ વર્ષે કલા મહાકુંભનું જામનગર શહેરની ઝોનકક્ષા અને શહેર કક્ષાએ તેમજ તાલુકા અને જિલ્લા કક્ષાએ આયોજન કરાયું છે.

આ વર્ષે કલા મહાકુંભમાં કુલ 30 વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને કુલ ચાર વયજૂથ 6 થી 14 વર્ષ, 15 થી 20 વર્ષ, 21 થી 59 વર્ષ અને 60 વર્ષથી ઉપરના વયજૂથમાં સ્પર્ધા યોજાશે. જેમાં તાલુકા કક્ષાએથી શરૂ થતી કુલ 9 કૃતિ જેમાં સમૂહગીત, ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રીય અભિનય, ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા અને નિબંધ અને સીધી શહેરકક્ષાએ-જિલ્લા કક્ષાએથી શરૂ થતી સ્પર્ધા સ્કૂલબેન્ડ, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, કથ્થક, કાવ્યલેખન, ગઝલ-શાયરી, સર્જનાત્મક કારીગરી અને ઓરગન તેમજ સીધી પ્રદેશકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં ઓડીસી, મોહીની અટ્ટમ, કુચીપુડી, સિતાર, ગિટાર, વાયોલીન અને સીધી રાજ્યકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં પખવાજ, મૃદંગમ, સરોદ, સારંગી, ભવાઈ, જોડિયાપાવા, રાવણ હથ્થો વગેરે કૃતિઓ યોજાશે.

આ કલા મહાકુંભ 2021-22ની વિવિધ કૃતિઓની સ્પર્ધામાં જામનગર શહેરના કલાકારો ભાગ લેવા ઈચ્છતા હોય તેઓએ જિલ્લા રમત ગમત કચેરી, જીલ્લા સેવા સદન-4,રૂમ નં-42, રાજ્પાર્ક પાસેથી અરજી ફોર્મ મેળવીને તા.6 જાન્યુઆરી 2022 સુધીમાં ભરીને પરત જમા કરવાનું રહેશે.

ગ્રામ્ય કક્ષાએ સ્પર્ધામાં વધુમાં વધુ કલાકારો ભાગ લે તે માટે તમામ શાળાઓ, કોલેજો તથા વિવિધ સંસ્થાઓ તેમજ ભણતા ન કલાકારોને જણાવવામાં આવે છે કે, તાલુકા કક્ષાએથી તાલુકા કન્વીનરની નિમણુંક કરાયા છે. જેથી જે તે તાલુકાના કલાકારોને પોતાનું અરજી ફોર્મ જે તે તાલુકાના કન્વીનરઓને પહોચાડવાનું રહેશે. જામનગર તાલુકા કન્વીનર શૈલેષ પટેલ, જી.બુ.ટી.હાઇસ્કુલ અલીયાબાડા મો. 9978271237, જામજોધપુર તાલુકા કન્વીનર અખિલ બુટાણી વિજાપુરા વિદ્યા સંકુલ સીદસર મો. 9081171581, કાલાવડ તાલુકા કન્વીનર રમેશ દોન્ગા-જે. પી. એસ. સ્કૂલ, કાલાવડ મો. 9974401472, લાલપુર તાલુકા કન્વીનર ધરણાત બેલા-વિવેકાનંદ હાઈસ્કૂલ,લાલપુર મો. 8758761606, ધ્રોલ તાલુકા કન્વીનર સ્વાતિબેન છત્રોલા-જી.એમ.પટેલ કન્યા હાઈસ્કૂલ ધ્રોલ મો.7698993162, જોડીયા તાલુકા કન્વીનર મમતાબેન જોષી–યુ.પી.વી.કન્યા વિદ્યાલય જોડીયા મો. 9725625369 ખાતે જમા કરવાના રહેશે. જામનગર ગ્રામ્ય વિસ્તારમાંથી ભાગ લેવા ઈચ્છતા કલાકારો તાલુકા કન્વીનર ખાતે તેમજ જિલ્લા રમત ગમત કચેરી, જીલ્લા સેવા સદન-4,રૂમ નં-42, રાજ્પાર્ક પાસેથી અરજી ફોર્મ મેળવી લેવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...