તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દોડઘામ:જામનગરમાં આગમન એપાર્ટમેન્ટના પાર્કિંગમાં શોર્ટ સર્કીટથી આગ, 1 કલાક વીજળી ગૂલ થઇ

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જનરેટર, ઇલેક્ટ્રિક વાયરિંગ, વીજમીટરો, બે સાઇકલ ખાક, લોકોના જીવ તાળવે ચોંટ્યા

જામનગરમાં પટેલકોલોની વિસ્તારમાં આવેલા આગમન એપાર્ટમેન્ટના પાર્કિંગમાં શોકસર્કીટથી આગ ભભૂકી ઉઠતા અફડાતફડી મચી ગઇ હતી. આગથી જનરેટર, ઇલેકટ્રીક વાયરીંગ, વીજમીટરો, બે સાયકલ બળીને ખાક થઇ હતી. બનાવના કારણે પટેલકોલોનીમાં એક કલાક વીજપુરવઠો બંધ રહ્યો હતો.

શહેરમાં પટેલકોલોની શેરી નં.9, રોડ નંબર 3 પર આવેલા આગમન એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવેલા ઇલેકટ્રીક રૂમમાં શુક્રવારે રાત્રીના 9 વાગ્યાની આસપાસ આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે એપાર્ટમેન્ટના ફલેટ ધારકો અને આજુબાજુમાં રહેતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.

શોકસર્કીટના કારણે ઇલેકટ્રીક રૂમમાં આગ લાગી હોવાનુ પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. આગના કારણે પાર્કિંગમાં રાખેલા જનરેટર, વીજમીટરો, ઇલેકટ્રીક વાયરીંગ અને બે સાયકલ બળીને ખાક થઇ હતી. આગના બનાવના કારણે પટેલ કોલોની વિસ્તારમાં એક કલાક વીજપુરવઠો બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો