ધરપકડ:ખંભાળિયા નિર્વસ્ત્રકાંડ, વધુ 2ની ધરપકડ

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકા એલસીબીએ વધુ 2 શખસોને પકડી રિમાન્ડ લેવા તજવીજ કરી છે. - Divya Bhaskar
દ્વારકા એલસીબીએ વધુ 2 શખસોને પકડી રિમાન્ડ લેવા તજવીજ કરી છે.
  • બન્ને આરોપીના રહેણાંક મકાનનોની પણ ઝડતી લેવાઇ, અન્ય નામો ખુલવાની સંભાવના

ખંભાળિયા નિર્વસ્ત્રકાંડમાં દ્વારકા એલસીબીએ વધુ 2 શખસોને પકડી રિમાન્ડ લેવા તજવીજ કરી છે. પકડાયેલા આરોપી પૈકી એક સટ્ટો રમાડતો હોવાથી આ આખો કાંડ થયો હોવાની ચર્ચા છે. ખંભાળિયા નિર્વસ્ત્ર સરઘસ કાંડમાં 11 પોલીસ સસ્પેન્ડ થયા છે અને 5ની ધરપકડ કરી પાસા હેઠળ જેલ હવાલે કરાયા બાદ આ કિસ્સામાં વિનોદ ઉર્ફે વિનોદ ડાડા કુરજીભાઈ કલ્યાણજીભાઈ વિઠ્ઠલાણી, ધના જોધાભાઈ ભોજાણીને એલસીબીએ પકડી પાડ્યા હતા. બન્નેના કોરોના ટેસ્ટ કર્યા બાદ તેમની પૂછપરછ શરૂ કરાઇ છે. પોલીસ દ્વારા આરોપીઓના રહેણાંક મકાન અને આશ્રયસ્થાનો પર ઝડતી અને તપાસની કાર્યવાહી ચાલુ છે. બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મંગાશે એ પછી વધુ કોઇની સંડોવણી છેકે, કેમ ?તે બહાર આવશે.

PI સામેની તપાસત પૂર્ણ રિપોર્ટ IGને સુપ્ર
ખંભાળિયાના પીઆઈ ગઢવી જેમને લીવ રિઝર્વમાં મૂકાયા છે. તેમની સામે ખાતાકીય તપાસ શરૂ થઇ હતી જે પૂર્ણ થઈ હોવાનું જાણવા મળ્યું છે. તપાસ પૂર્ણ કરીને તેનો રિપોર્ટ આઈજીને સુપ્રત કરવામાં આવ્યો છે જેના પરથી આગામી દિવસોમાં આઈજી નિર્ણય લેશે તેવું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...