રોષ:‘મહાનગરપાલિકા વિસ્તારમાં માલધારી વસાહતની વ્યવસ્થા કરો, તંત્ર દ્વારા અત્યાચાર કરાઇ રહ્યો છે’

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોપાલક માલધારી સેના દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવી સમસ્યાના નિરાકરણની માંગ

જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં માલધારી વસાહતની વ્યવસ્થાની માંગ સાથે ગોપાલક માલધારી સેનાએ કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં તંત્ર દ્વારા અત્યાચાર કરવામાં આવી રહ્યાનો આક્ષેપ પણ કરાયો છે. જામનગરમાં સોમવારે ગોપાલક માલધારી સેનાએ કલેકટરને પાઠવેલા આવેદનમાં જણાવ્યાનુસાર જામનગર સહિત રાજયભરના મહાપાલિકા વિસ્તારમાં માલધારી વસાહત માટે કોઇ જોગવાઇ કરવામાં આવી નથી. જેના કારણે અવાર નવાર પશુઓ માર્ગ પર આવે છે.

પશુઓની વૈકલ્પિક વ્યવસ્થા માટેનો સમય આપ્યા વિના પશુવાડા તોડી પાડવામાં આવ્યા છે. પશુ પકડવાની કામગીરીમાં પણ તંત્ર દ્વારા મનમાની કરવામાં આવી રહી છે. લક્ષ્યાંક પૂર્ણ કરવા પશુપાલકોના આંગણે બાંધેલા પશુ છોડી લઇ જવામાં આવે છે. આથી આ સમસ્યાઓનું નિરાકરણ આવેદન પત્ર પાઠવી માંગણી કરાઇ છે, સાથે-સાથે આંદોલનની ચિમકી પણ ઉચ્ચારાઇ છે.

અન્ય સમાચારો પણ છે...