પાડોશીઓ બાખડ્યા:જામનગરમાં કુતરા ભગાડવા બાબતે પાડોશીઓ વચ્ચે ધિંગાણું, યુવાનની હત્યા કરવાનો પ્રયાસ

જામનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં દિગ્વિજય પ્લોટ 58 વિસ્તારમાં જલેશ્વરી વસ્તુ ભંડારથી આગળ શેરીમાં એક યુવાન પર પાડોશી પરિવારે હુમલો કરી હત્યા નીપજાવવાનો પ્રયાસ કર્યો હોવાની પોલીસ અત્યારે ફરિયાદ નોંધાઇ છે. ઘાયલ યુવાનના કાકા પર પણ આરોપીઓએ છે હુમલો કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પણ પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવાઈ છે. શેરીમાં રહેલા કૂતરાને દૂર ખસેડવા માટે યુવાને પથ્થરનો ઘા કરતા તે પથ્થર આરોપીઓની ડેલીમાં વાગતા બંને પક્ષે બોલા ચાલી થઈ હતી. ત્યારબાદ આરોપીઓની હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

જાનથી મારી નાખવાની ધમકી
જામનગરમાં દિગ્વિજય પ્લોટ 58માં જલેશ્વરી વસ્તુ ભંડારથી આગળ આવેલી શેરીમાં સપ્તાહ પૂર્વગત તારીખ 1ના રોજ રાત્રે 10:00 વાગ્યાના સુમારે જયદીપ અશોકભાઈ દામજીભાઈ મંગે નામના 21 વર્ષીય યુવાન પર પાડોશમાં રહેતા માધવજીભાઈ ચાંદ્રા મિલનભાઈ ચાંદ્રા વિશાલ ગોસ્વામી અમિત ભદ્રા અને ખુશાલ ગોસ્વામી નામના સક્ષોએ બોલાચારી કરી લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો જેમાં આડેથડ મારવામાં આવતા જયદીપને માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર જા પહોંચી આરોપીઓનો પ્રયાસ કર્યો હતો આ બનાવના પગલે ઘાયલ જયદીપ ના કાકા ભરતભાઈ દામજીભાઈ મંગે પણ દોડી આવ્યા હતા તેઓને પણ આરોપીઓએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પોલીસે તપાસ હાથ ધરી
આ બનાવવા અંગે સમાધાન થઈ ગયા બાદ ફરી વિવાદ થતા ભરતભાઈ મંગે એ તમામ આરોપીઓ સામે પોલીસ દત્તરમાં ફરિયાદ નોંધાવી છે જેમાં ઘાયલ જયદીપ દૂધ લેવા જતો હતો ત્યારે શરીરમાં કૂતરાને તગડવા પથ્થર મારતા આ પથ્થર આરોપી માધવજી ના ઘરની ડેલીમાં લાગ્યો હતો જેને લઈને આરોપીઓએ જયદીપ સાથે બોલાચાલી કરી હુમલો કર્યો હુવાનો છે પોતાના ભત્રીજા પર થયેલા હુમલા ના પગલે ભરતભાઈ બહાર આવ્યા હતા અને તેઓએ આરોપીઓ ને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આરોપીઓએ તેની પર પણ હુમલો કરી ધમકી આપી હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે

અન્ય સમાચારો પણ છે...