જામનગર શહેરમાં બંધાણીઓની ‘સેવા’:સોપારી, તમાકુ, બીડી, બજરનું નહીં નફો, નહીં નુકસાનના ધોરણે વેચાણ

જામનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હોલસેલ વેપારીઓએ બીડી, સોપારી, તમાકુનું ડબલું, ચૂનાના પાઉચની કીટ બનાવી વિતરણ કર્યું

લોકડાઉન-4 માં છૂટછાટ બાદ પણ જામનગરમાં બીડી, તમાકુ, પાન-મસાલાના વ્યસનીઓને  ચીજવસ્તુ મળતી નથી તો ભીડના કારણે તમાકુના વેપારીઓ દુકાનો ખોલી શકતા નથી. આ સ્થિતિમાં શહેરમાં તમાકુના હોલસેલ વેપારીઓએ અનોખી પહેલ કરી ગુરૂવારના શાકમાર્કેટ વિસ્તારમાં બપોરે 1 થી 3 માંડવો નાંખીને બીડી, સોપારી, તમાકુ, બજરનું નહીં નફો, નહીં નુકસાનના ધોરણે વેંચાણ થતાં બંધાણીઓની કતારો જોવા મળી હતી. હોલસેલ વેપારીઓએ બીડી, સોપારી, તમાકુનું ડબલું, ચૂનાના પાઉચની કીટ બનાવી વિતરણ કર્યું હતું. ધોમધખતા તાપમાં વ્યસનીઓની કીટ લેવા પડાપડી  કરી હતી.  મહિલાઓ પણ કીટ લેવા આવી હતી. શહેરના હોલસેલર દ્વારા બીડીની ૧૦ જુડી અને બાક્સ સાથેની કીટ,  સૂંઘવાની અને દાંતે ઘસવાની બજર  તમાકુ મસાલાના વ્યસનીઓ માટે પણ અલગથી કીટ બનાવી નહીં નફો, નહીં નુકસાનના ધોરણે વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં પાંચસો ગ્રામ સોપારી,  તમાકુ નું ડબલુ, ચૂનાના પાઉચ ની બેગ તથા પ્લાસ્ટિક વગેરે મળી રૂ.500 ની  કીટ તૈયાર કરવામાં આવી હતી. 

અન્ય સમાચારો પણ છે...