સચાણા ગામના સરપંચ સસ્પેન્ડ:ગ્રામ પંચાયતની પાણી સમિતિનો મનસ્વી વહિવટ કરવાનું ભારે પડ્યું, ઉપસરપંચને સરપંચનો ચાર્જ સોંપાયો

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર તાલુકાના સચાણા ગ્રામ પંચાયતમાં વર્ષ 2018થી 2021 દરમિયાન પાણી વેરાની ખોટી પહોંચો બનાવી વસુલાતનો કોઈ હિસાબો.રાખવા સહિતની ગેરરીતિ આચરવામાં આવતાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવતાં ચકચાર મચી છે.

સચાણાના રહેવાસી ફારૂક મહમદ સીદીક ગંઢારે ગત તા.22-7-2022ના રોજ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી. કે સચાણાના સરપંચ જુમાભાઈ સુલેમાનભાઈ કકલ તેમજ તેના પુત્ર જાકીર દ્વારા વર્ષ 2018થી 2021 દરમિયાન પાણી વેરાની ખોટી પહોંચો આપવામાં આવી હતી અને પહોંચોની વસુલાતના કોઈ પણ હિસાબો રાખવામાં આવ્યા નથી. તેમજ સરપંચ ગેર વહિવટ કરી ભ્રષ્ટાચાર કરતા હોવાની રજૂઆત કરતાં તાલુકા વિકાસ અધિકારીએ સચાણા ગ્રામ પંચાયતની પાણી સમિતિના રેકર્ડની ખરાઈ કરતાં કુલ 6 પહોંચની રકમ રૂા. 4400 ગ્રામ પંચાયતના રોજમેળમાં જમા લેવામાં આવી નહીં હોવાનું જણાયું હતું.

આ ઉપરાંત 28 પહોંચની વિગત રોજમેળમાં લખાયેલી ન હતી. જયારે 15 પહોંચની રકમ રોજમેળમાં લખાયેલી પરંતુ તેમાં રકમ ભરનારના નામો લખવામાં આવ્યા નહીં, તેમજ ગ્રામ પંચાયતનો વેરો સભ્ય ઉપરાંત અન્ય વ્યક્તિઓએ ઉઘરાવી સરપંચ સાથે મળી નાણાંકીય ઉચાપત કરી હોવાનું ધ્યાને આવતાં જિલ્લા વિકાસ અધિકારીએ ગત તા. 23 જાન્યુઆરીએસચાણા ગામના સરપંચ જુમાભાઈ સુલેમાનભાઈ કકલને સરપંચ તરીકે આપવામાં આવેલી સત્તાનો દુરૂપયોગ કરીને સરપંચ તરીકે સોંપવામાં આવેલા કાર્યો અને ફરજો બજાવવામાં સદંતર નિષ્કાળજી અને ઈરાદાપૂર્વકની બેદરકારી દાખવી પ્રજા માનસ ઉપર રહેલી સરકારની સ્વચ્છ પ્રતિભાને લાંછન લાગાવવાનું કૃત્ય કરવા અંગે ગુજરાત પંચાયત અધિનિયમ -1193 ની ક્લમ 57(1) ની જોગવાઈ મુજબ તાત્કાલિક અસરથી સરપંચ પદેથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...