આયોજન:જામનગરમાં આઇટીઆઈ દ્વારા કાલે એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાશે

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઈટીઆઈ ટ્રેડ પાસ અને ગ્રેજ્યુએટ ઉમેદવારો ભાગ લઇ શકશે

જામનગર ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા તા. 4 ઓક્ટોબરના એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં આઈ.ટી.આઈ ટ્રેડ પાસ અથવા ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે. ભરતી મેળામાં ઔધોગિક એકમો ઉપસ્થિત રહી જરૂરિયાત મુજબ ઉમેદવારોની પસંદગી કરશે.

જામનગરમાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અન્વયે જિલ્લાના યુવાનોને રોજગારી મળી રહે તે હેતુથી ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા તા.4 ઓક્ટોબરના જિલ્લા કક્ષાના એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન સવારે 10:30 કલાકે એસ.ટી.ડેપો સામે આવેલી આઇટીઆઇમાં નવી બિલ્ડીંગ, ચોથા માળે, સેમિનાર હોલમાં કરવામાં આવ્યું છે. જેમાં ઔદ્યોગિક એકમો ઉપસ્થિત રહેશે અને જરૂરિયાત મુજબના ઉમેદવારોની પસંદગી કરશે. ભરતી મેળામાં આઈ.ટી.આઈ ટ્રેડ પાસ અથવા કોઈપણ ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...