નિમણૂંક:મહાનગરપાલિકાની એસ્ટેટ શાખામાં જુગલ જોડી સહિત ત્રણ કર્મીની નિમણૂંક

જામનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દબાણની ફરિયાદમાં વધારાની સુરક્ષાની જવાબદારી : રાજભા, સુનિલ અને યુવરાજસિંહને ફરજ સોંપાઇ

જામનગર મનપાની એસ્ટેટ શાખામાં ફરી એક વખત જુગલ જોડી સહિત ત્રણ કર્મચારીની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં રાજભા, સુનિલ અને યુવરાજસિંહનો સમાવેશ થાય છે. જેઓને દબાણની ફરિયાદમાં વધારાની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે.

મનપામાં વર્ષો સુધી એસ્ટેટ શાખામાં ફરજ બજાવનાર રાજભા ચાવડા અને સુનિલ ભાનુશાળી ઉપરાંત યુવરાજસિંહ ઝાલાને એસ્ટેટ શાખામાં ફરજ ફાળવણી કરવામાં આવી છે. આ ત્રણેય કર્મચારીઓને ગંદકી-દબાણ સમયે વધારાની સુરક્ષા માટેની જવાબદારી સોપવામાં આવી છે. ફરજ ફાળવણીનો અર્થ એસ્ટેટમાં કામગીરી સોંપણીનો થાય છે.

અગાઉ શહેરમાં દબાણ દૂર કરવાની કામગીરી દરમ્યાન રાજભા ચાવડા અને સુનિલ ભાનુશાળીએ નોંધપાત્ર કામગીરી કરી છે. મનપા દ્વારા કરવામાં આવેલા મેગા ડીમોલીશનમાં પણ સુરક્ષા સહિતની મહત્વની ફરજ અદા કરી છે. આ કારણોસર બંને કર્મીઓને પુન: એસ્ટેટમાં મૂકવામાં આવ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...