તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરણી:જામનગર જિલ્લાની ઉચ્ચતર માધ્યમિક શાળાના 41 શિક્ષકોને નિમણૂંક પત્ર એનાયત

જામનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાન્ટ શાળામાં ફરજ બજાવશે , શિક્ષણના માધ્યમથી દેશને વિશ્વગુરૂ બનાવવા શિક્ષકોને આહવાન

જામનગરમાં મંગળવારે જિલ્લા કલેક્ટર કચેરીમાં જિલ્લાની બિન સરકારી અનુદાનિત શાળાઓના ઉચ્ચતર માધ્યમિક વિભાગના 41 શિક્ષણ સહાયકોને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતાં.આ પ્રસંગે જિલ્લા કલેક્ટર રવિશંકરે જણાવ્યું હતું કે સમાજના સર્વાંગી વિકાસમાં શિક્ષકની ભૂમિકા અતિ મહત્વની છે.

શિક્ષણ થકી ભારતને વિશ્વગુરૂ સુધી પહોંચાડવા અને દેશના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં યોગદાન આપવા શિક્ષકોને આહવાન કર્યું હતું. શિક્ષક સહાયક તરીકે લાલપુરની એલ.એલ.મહેતા કન્યા શાળામાં નિમણૂક મેળવેલા ઉમેદવાર વઘાસીયા ક્રિષ્નાએ આવી વિકટ પરિસ્થિતિમાં પણ ભરતીની પ્રક્રિયા ઓનલાઈન હાથ ધરી ઝડપથી સૌને રોજગારી પ્રાપ્ત થાય તે દિશામાં કરવામાં આવેલી ત્વરિત કાર્યવાહીથી આનંદની લાગણી વ્યકત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...