નિમણૂંક:જામનગર ITI ભરતીમેળામાં 103 ઉમેદવારને નિમણૂંક પત્ર

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીઝલ મેકેનિક, ફિટરમાં તાલીમાર્થી વધુ રસ

જામનગરમાં ઔધોગિક તાલીમ સંસ્થા દ્વારા યોજાયેલા નેશનલ એપ્રેન્ટીસ ભરતીમેળામાં નોંધણી કરાવનાર 170 પૈકી 103 ઉમેદવારોને સ્થળ પર નિમણૂક પત્ર એનાયત કરાયા રહ્યા હતા. ભરતીમેળામાં વેલ્ડર, ડીઝલ મેકેનિક, ફિટર અને ટર્નરમાં તાલીમાર્થીઓએ વધુ રસ દાખવ્યો હતો.

જામનગર ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા સોમવારે આઇટીઆઇ કેમ્પસમાં એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો હતો. જેમાં 16 વિવિધ ઔદ્યોગિક એકમમાં 225 ખાલી જગ્યાઓ માટે 170 ઉમેદવારે રોજગારી હેતુ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 103 રોજગાર વાંચ્છુઓને સ્થળ પર નિમણૂક પત્ર એનાયત કરાયા રહ્યા હતા. જેમાં સૌથી વધુ વેલ્ડર તથા ડીઝલ મેકેનિકલમાં તાલીમાર્થીઓએ રસ દાખવ્યો હતો. ફીડર અને ટર્નરમાં પણ નોંધપાત્ર ઉમેદવારની પસંદગી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...