અલ્ટીમેટમ:મેડિકલ કોલેજ, જીજી હોસ્પિટલના આઉટ સોર્સીંગ કર્મીઓના પગાર મુદે દેખાવ કર્યા

જામનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીન અને સુપ્રિટેન્ડન્ટને આવેદન પત્ર પાઠવી વિરોધ વ્યકત કર્યો
  • માંગણીઓ નહીં સંતોષાય તો 12 મે થી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી

જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજ, જી.જી. સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા આઉટ સોર્સીંગ કર્મચારીઓએ કર્મચારીઓએ પગાર વધારા સહિતના પડતર પ્રશ્ને દેખાવ કરી ડીન, સુપ્રિટેન્ડન્ટને આવેદનપત્ર પાઠવી દેખાવ કર્યા હતાં. જેમાં જો માંગણી નહીં સંતોષાય તો 12 મે થી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.આવેદનપત્રમાં કર્મીઓએ જણાવ્યું છે કે, જામનગરની મેડિકલ કોલેજ તેમજ જી.જી.હોસ્પિટલમાં આઉટ સોર્સીંગથી 400 કર્મચારીઓ કામ કરી રહ્યાં છે.

આ તમામ 4 વર્ષથી આઉટસોર્સ કર્મચારી તરીકે ફરજ બજાવી રહ્યા છે છતાં પગાર વધારો કરવામાં આવ્યો નથી. તત્કાલીન કોવિડ ડયુટી માટે ભરતી કરવામાં આવેલા દરેક કેડરનાં નવા અને બિનઅનુભવી સ્ટાફને વધુ પગાર આપવામાં આવે છે. જયારે વર્ષોથી કામ કરતા અને અનુભવી આઉટસોર્સના કર્મીઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે.

માટે સમાન કામ સમાન વેતન, આઉટસોર્સીંગ નાબુદ કરી કાયમી કર્મચારી તરીકે નિમણૂક આપી કાયમી કર્મચારીને મળતા તમામ લાભ આપવા, હકક રજાના પૈસા ચૂકવવા માંગણી કરી છે. જો આ માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો તા.12 મેથી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...