ક્રાઇમ:જામનગરના વતની અનુરાગનું 50 લાખના ડ્રગ્સ કાંડમાં નામ ખુલ્યું

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વડોદરામાં પકડાયેલા નરેન્દ્ર અને પંકજે વટાણા વેરી નાખ્યા
  • મુળ જામનગરનો વતની અનુરાગ ઉર્ફે અન્નો હાલ સુરતમાં સ્થાયી

વડોદરામાં તાજેતરમાં પકડાયેલા અડધા કરોડના મેથામ્ફેટામાઇન ડ્રગ્સ કાંડમાં પકડાયેલા બે શખસોની પુછપરછમાં સૌરાષ્ટ્ર તરફનું પગેરૂ નિકળ્યું છે. આ ડ્રગ્સ રેકેટમાં અનુરાગ ઉર્ફે અન્નો નામના શખસનું પણ નામ ખુલ્યું છે. અનુરાગ મુળ જામનગરનો વતની છે અને હાલમાં તે સુરત સ્થાયી થયો હોવાનું ખુલ્યું છે. વડોદરામાં પકડાયેલા  નરેન્દ્ર અને પંકજે વટાણા વેરી નાખતા પોલીસને જણાવ્યું હતું કે,  સુરતમાં અનુરાગ, મોરબીમાં મિતુલ અને સૌરાષ્ટ્રમાં મંદીપ  નામના શખ્સો ડ્રગ્સનો જથ્થો ખરીદવા માટે વડોદરામાં રહેતા પંકજ પાસે આવતા હતા અને પંકજ જથ્થો આપે તે લઇને આ શહેરોમાં વેચતા હતાં. મંદીપ સૌરાષ્ટ્રમાં, મિતુલ મોરબી અને તેની આસપાસ અને અનુરાગ સુરતથી સેલવાસ સુધી ડ્રગ્સ વેચતો હતો. પંકજે પોલીસને જણાવ્યું હતું કે, તે મોબાઈલના વેપારી અને વડોદરાના મોટા ડ્રગ પેડલર રમેશ બિશનોઈ સાથે કામ કરતો હતો પણ હિસાબમાં મનદુઃખ થતાં તે નરેન્દ્ર સાથે જોડાયો હતો. 

અન્ય સમાચારો પણ છે...