તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છાત્ર સહાય:જામનગર જિલ્લાના અનુ. જાતિના 8,789 છાત્રોને 4.42 કરોડની શિષ્યવૃત્તિ ચૂકવાઈ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિષ્યવૃત્તિ, સાધન સહાય, ગણવેશ, ફુડબીલ યોજનાનો સમાવેશ

અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અલગ-અલગ શિષ્યવૃત્તિ સહાય યોજના અમલમાં છે. જે અન્વયે જામનગર અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી દ્વારા વર્ષ 2020 21માં શહેરી વિસ્તારમાં અભ્યાસ કરતા ધો.1થી 10ના 3014 વિધાર્થીઓને પ્રિ-મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના હેઠળ શિષ્યવૃત્તિ, ગણવેશ સહાયની કુલ રૂ.27,10,000ની શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવી છે.અસ્વચ્છ વ્યવસાય કરતા વાલીઓના બાળકોને અસ્વચ્છ વ્યવસાય યોજના હેઠળ કુલ 2208 વિદ્યાર્થીઓને કુલ રૂ.66,68,000ની શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવી છે.

ધો.9 અને 10 માટે ભારત સરકારની પ્રિ-એસએસસી શિષ્યવૃત્તિ યોજના હેઠળ કુલ 1159 વિદ્યાર્થીઓને કુલ રૂ. 35,00000ની શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવી છે.આમ પ્રિમેટ્રીક શિષ્યવૃત્તિ યોજનામાં કુલ 6381 વિદ્યાર્થીઓને કુલ રૂ.1,28,78,000ની શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવી છે. તદઉપરાંત પોસ્ટમેટ્રીક શિષ્યવૃત્તિ યોજના હેઠળ જામનગર જિલ્લામાં અભ્યાસ કરતા ધો.11થી કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓને તકનીકી શિષ્યવૃત્તિ, સાધન સહાય, ફુડબિલ વગેરે યોજનાઓ હેઠળ વર્ષ 2020-21માં કુલ 2408 વિદ્યાર્થીઓને કુલ રૂ.3,13,73,000ની શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવી છે.

જામનગર જિલ્લાના કુલ 8789 વિદ્યાર્થીઓને રૂ.4,42,51000 પ્રિમેટ્રીક શિષ્યવૃત્તિ અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચુકવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...