તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:જામનગરમાં વધુ એક વેપારીની આત્મહત્યાથી અરેરાટી ફેલાઇ, કરજમાં ડૂબી જતાં જિંદગી ટૂંકાવી

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કાળમાં વધુ એક વેપારીનો ભોગ લેવાયો
  • જામનગરના યુવાનનું સારવાર દરમ્યાન મૃત્યુ થયુ

જામનગર શહેરમાં તિરૂપતિ પાર્ક વિસ્તારમાં આવેલી દુકાનમાં વેપારી કરજમાં ડૂબી જતાં જિંદગીથી કંટાડીને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાની ઘટનામાં પોલીસે તપાસ આરંભી હતી. જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતાં યુવાનને ઉલ્ટી થવાથી સારવાર માટે ખસેડવામાં આવતાં જી.જી.હોસ્પિટલમાં મોત નિપજયું હતું.

જામનગર શહેરમાં આવેલાં સ્વામીનારાયણ પાર્ક શેરી નં.5 માં રહેતાં સુરેશ કાંતિલાલ લશ્કરી(ઉ.વ.50) નામના વેપારી હાલ કોરોના મહામારીમાં કપરાકાળમાં દેવામાં ડૂબી ગયા હતાં અને આ દેવાના કારણે જીંદગીથી કંટાળીને શનિવારે બપોરના સમયે તિરૂપતિ પાર્કમાં આવેલી એમ.એ.ટ્રેકસા નામની દુકાનમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગેની મૃત્કના પુત્ર કેતન દ્વારા જાણ કરતાં હેકો. એચ.એ.પરમાર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથધરી હતી.

બીજો બનાવ જામનગર શહેરના ગુલાબનગરમાં આવેલાં વૃદાવનધામમાં રહેતાં હર્ષદ દિલિપભાઇ નકુમ(ઉ.વ.27) નામના યુવાનને તેના ઘરે ઉલ્ટીઓ થતાં સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. જેના આધારે હેકો. આર.એ.જાડેજા તથા સ્ટાફે મૃતકના પિતા દિલિપભાઇના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...