તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુસાફરો માટે સવલત:જામનગરમાં વિકટોરિયા પુલ પાસે એસટીની વધુ એક સુવિધા, રીઝર્વેશન બારી શરૂ કરાઇ

જામનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિકટોરિયા પુલથી હાપા ગામ સુધીના યાત્રિકોને ડેપોના ધક્કામાંથી મુકિત

જામનગરમાં હજારોની સંખ્યામાં મુસાફરો માટે એસ.ટી. વિભાગ દ્વારા વધુ એક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં શહેરના વિકટોરીયા પુલ પાસે ડેપો દ્વારા ઓનલાઇન રીઝર્વેશન બારી શરૂ કરવામાં આવતા વિકટોરીયા પુલથી લઇને હાપા સુધીના તમામ મુસાફરોને સારી સુવિધા ઉપલબ્ધ થશે અને છેક એસ.ટી. ડેપો સુધી રીઝર્વેશન કરાવવા આવના મુસાફરોને રાહત મળશે.શહેરના વિકટોરીયા પુલ પાસે એસ. ટી. વિભાગ દ્વારા સોમવારથી ઓનલાઇન રીઝર્વેશન બારી શરૂ કરવામાં આવી છે.

આ સેવા સવારે 6 થી રાત્રીના 9 સુધી મુસાફરોને મળી રહેશે અને એસટી વિભાગ દ્વારા રાજેશભાઇ આહિર અને મહીપતભાઇ આહિરને આ કામગીરી સોંપાય છે. આ સુવિધામાં અમદાવાદ, વડોદરા, સુરત, કચ્છ, સોમનાથ, વેરાવળ, દ્વારકાના બુકિગ થઇ રહ્યા હોવાથી આવાગમન કરનાર મુસાફરોને એક સારી સુવિધા મળી રહી છે. ખાસ કરીને રોજીદી મુસાફરી કરનાર મુસાફરોને પાસની સુવિધા મળતા એસ.ટી. ડેપો સુધી ધકકા ખાવામાંથી રાહત મળી છે.

ખાનગી વાહનોના અડીંગાથી એસ.ટી.ને આવકમાં ફટકો
શહેરના વિકટોરીયા પુલ પાસે એસ.ટી. વિભાગ દ્વારા ઓનલાઇન બુકીગ સેવા શરૂ કરવામાં આવી છે. પરંતુ આ પોઇન્ટ પર ખાનગી વાહન ચાલકો મુસાફરાેને બેસાડી જતાં હોવાથી એસટીને ખોટનો સામનો કરવો પડી રહયો છે જો આ પોઇન્ટ પર પોલીસ વિભાગને સાથે રાખી એસ.ટી.ના અધિકારીઓ ચેકીગ શરૂ કરવામાં આવે અને આવા ખાનગી વાહન ચાલકો મુસાફરોને બેસાડતા હોવા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો એસ.ટી. વિભાગને ખોટમાંથી રાહત મળી શકે તેમ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...