તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:રામેશ્વરનગરમાં થયેલ જૂથ અથડામણમાં બીજા જૂથે પણ હત્યાનો પ્રયાસ અને રાયોટીંગની પોલીસ ફરિયાદ નોંધાવી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓ સામે પોલીસે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી
  • એક જૂથ દ્વારા ગઈ કાલે નોંધાયેલ ફરિયાદ બાદ બીજાએ ફરિયાદ કરી

જામનગરમાં શનિવારે રામેશ્વરનગરમાં થયેલ મારામારીના બનાવની સામસામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક જૂથ દ્વારા હત્યા પ્રયાસ અને રાયોટીંગની ફરિયાદ નોંધાયા બાદ સામે પક્ષે પણ હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મારામારીના બનાવમાં સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી

શહેરમાં રામેશ્વરનગર વિસ્તારમાં જૂથ અથડામણ સામે આવી હતી. જેમાં સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. એક જૂથ દ્વારા ગઈ કાલે નોંધાયેલ ફરિયાદ બાદ અન્ય જૂથના મયુરસિંહ સજુભા જાડેજાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં બળદેવસિંહ ઉર્ફે લાલો જાડેજા તથા હરપાલસિંહ ઝાલા તથા મેઘરાજસિંહ ઉર્ફે પિન્ટુ ઝાલા તથા આદીત્ય બારૉટ તથા છત્રપાલસિંહ જાડેજા અને અન્ય શખ્સોએ રબ્બરની પટી વડે તથા લાકડાના ધોકા વડે મયુરસિંહ તથા યોગરાજસિંહ પર હુમલો કરી છરી વડે જીવલેણ ઘા કરી શરીરના ગુપ્ત ભાગે મુઢ ઇજા તથા સાથળના ભાગે ઇજા કરી જાનથી મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવ અંગે આરોપીઓ સામે પોલીસે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી છે.

ગત રાત્રે 11 વાગ્યે રામેશ્વરનગરમાં વિસ્તારમાં આવેલ ચમન ચોકમાં બળદેવસિંહ ઉર્ફે લાલો સાહેબજી જાડેજા, ધનરાજસિંહ નવલસિંહ જાડેજા, હરપાલસિંહ ઝાલા, મેઘરાજસિંહ ઝાલા અને આદિત્ય બારોટ નામના ચાર યુવાનો પર પ્રદિપસિંહ મનુભા ચુડાસમા, રવિરાજસિંહ ગુલાબસિંહ જાડેજા, યોગરાજસિંહ ગુલાબસિંહ સોઢા, મયુરસિંહ તથા શકિતસિંહ સહિતના પાંચ શખ્સોએ લોખંડના પાઇપ, લાકડાના ધોકા અને તલવાર વડે હુમલો કરી મારામારી કરી હતી.

આ બનાવમાં ચારેય યુવાનોને હાથ-પગ અને શરીરના ભાગે ઇજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હરપાલસિંહ, મેઘરાજસિંહ અને આદિત્ય બારોટને આરોપી મેઘરાજસિંહએ છરીના ઘા મારી દીધા હતા. જેમાં આદિત્યને પેટના ભાગે તથા મેઘરાજસિંહને જમણી બાજુના ખંભાના ભાગે તથા હરપાલસિંહને બાવળાના ભાગે ગંભીર ઇજાઅ પહોંચી હતી. આ બનાવને અંજામ આપી આરોપીઓ નાશી છુટયા હતા. જ્યારે સારવાર લીધા બાદ બળદેવસિંહ જાડેજાએ તમામ શખ્સો સામે સીટી બી ડિવિઝન પોલીસ દફતરમાં આઇપીસી કલમ 307, 323, 324, 325, 504, 506(2), 143, 144, 147, 148 અને જીપીએકટ 135(1) મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો