જીએસટી વિભાગે જામનગર સહિત રાજ્યભરમાં દરોડાઓ પાડી કેટલાંક કરચોરોને શોધી કાઢ્યા પછી સતત બીજે દિવસે આ કામગીરી ચાલુ રાખી હતી જેમાં જામનગરમાં વધુ એક પેઢી ઝપટે ચડી હોવાનું જાણવા મળે છે.
જીએસટીના અધિકારીઓએ બીજે દિવસે આ દરોડા દરમિયાન, જામનગરની ચામુંડા એન્ટરપ્રાઈઝમાં બોગસ બિલીંગ શોધી કાઢ્યા પછી એ.કે. એન્ટરપ્રાઈઝ નામની પેઢીમાં પણ બોગસ બિલીંગ થયું હોવાનું શોધી કાઢ્યાનું એક રિપોર્ટથી જાણવા મળ્યું છે.
જીએસટીના અધિકારીઓએ જામનગર ઉપરાંત જૂનાગઢ, વિસાવદર, માળિયા હાટીના તથા ખંભાળીયા સહિતના સેન્ટરમાં કામગીરી કરી છે. રૂ.11.5 કરોડની ગેરરીતિ ઉર્ફે વેરાચોરી જાહેર થવા પામી છે. કુંડાળા ચિતરનારાઓએ કુલ રૂ.73.17 કરોડની ખોટી ખરીદી દેખાડી ઉપરોક્ત રકમની વેરાશાખ મેળવી સરકારની તિજોરીને નુકશાન કરેલ છે. જૂનાગઢ, માણાવદર, મેંદરડા, વિસાવદરની પેઢીઓના નામો પણ જાહેર થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.