તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:જામનગરમાં વધુ એક ક્રિકેટનો ડબ્બો પકડાયો, ત્રણ ઝડપાયા

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • રોકડ, ટીવી, મોબાઇલ કબજે, વધુ બે શખ્સના નામ ખુલ્યા

જામનગરમાં યાદવનગર વિસ્તારમાં સીટી સી પોલીસે એક રહેણાંક મકાનમાં દરોડો પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો ખેલતા ત્રણ શખ્સોને પકડી પાડી રોકડ,ટીવી,મોબાઇલ સહિતની માલમતા કબજે કરી હતી.જયારે વધુ બે શખ્સના પણ નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામનગરમાં સીટી સી પોલીસની ટીમને પેટ્રોલીંગ વેળાએ યાદવનગર પાસેના મહાદેવનગર વિસ્તારના એક રહેણાંક મકાનમાં ઓસ્ટ્રેલીયામાં ચાલતી બી બેસ લીગલ 20-20 ટુર્નામેન્ટની મેચો ટીવી પર લાઇવ નિહાળી મોબાઇલ પર રનફેર,સેશન અને હારજીતના પરીણામ અંગે સટ્ટો ચાલતો હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે પોલીસે લાખા દલુ ધારાણીના કબજા ભોગવટાના મકાનમાં દરોડો પાડયો હતો.જે દરોડા વેળાએ ત્રણ શખ્સ હારજીતનો જુગાર રમતા-રમાડતા હોવાનુ માલુમ પડયુ હતુ. આથી પોલીસે મકાનધારક લાખા ધારાણી ઉપરાંત સાજણ નાથાભાઇ મુન અને સુલતાન નુરઅલીમામદ મંધરાને પકડી પાડી રોકડ રકમ,ટીવી અને મોબાઇલ સહિત રૂ.18,410ની માલમતા કબજે કરી હતી. પ્રાથમિક પોલીસ પુછપરછમાં આ ડબ્બા પ્રકરણમાં વધુ બે શખ્સ સરગમ ઉર્ફે દિપુ અને ડાડુના નામ ખુલતા પોલીસે તેની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકામાંથી ઝડપાયો ક્રિકેટનો જુગારઃ એક ઝડપાયો, એક ફરાર
દ્વારકામાં મોબાઈલ પર ક્રિકેટનો સટ્ટો રમતા એક શખ્સને પોલીસે પકડી પાડી આઈડી, પાસવર્ડ આપનાર શખ્સ સહિત બે સામે ગુન્હો નોંધ્યો છે. દ્વારકામાં ઇસ્કોન ગેઈટ પાસે જાહેરમાં ઉભા રહી પોતાના મોબાઈલમાં ક્રિકેટનો સટ્ટો રમી રહેલા વિમલ ઇશ્વરલાલ રાયઠઠ્ઠા નામના શખસને પોલીસે પકડી લીધો હતો. આ શખસ સાઉથ આફ્રિકામાં રમાતી ક્રિકેટ મેચ પર જુગાર રમતો હતો. પોલીસે તેના કબ્જામાંથી રૂા.10260 રોકડા, એક મોબાઈલ કબ્જે લઈ પૂછપરછ કરતા તેણે ખંભાળિયાના ભીખુભાઈ નામના શખ્સે સટ્ટો રમવા આઈડી અને પાસવર્ડ આપ્યાની કબુલાત આપી છે. આથી પોલીસે તેની સામે ગુનો નોંધી ભીખુભાઈની પોલીસે શોધખોળ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છેકે, દ્વારકા જિલ્લામાં જુગારની બદીએ માઝા મૂકી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો