ક્રાઇમ:જામનગરમાં વધુ એક કિક્રેટનો ડબ્બો પકડાયો, ખારવા ચકલાથી એક ઝબ્બે

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આઇપીએલ શરૂ થતા સક્રિય સટોડિયા પર જામનગર પોલીસે ધોંસ બોલાવી
  • ચાર પન્ટરના નામ ખુલતા શોધખોળ શરૂ કરાઇ, રોકડ સહિતની મતા કબજે

જામનગરમાં સીટી એ ડીવિઝનના સર્વેલન્સ સ્કવોડના પીએસઆઇ એમ.વી. મોઢવાડીયા અને સ્ટાફ પેટ્રોલિંગ કરી રહયો હતો જે વેળાએ પોલીસ ટુકડીને ખારવા ચકલા વિસ્તારમાં એક મકાનમાં આઇપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનો ટીવી પર પ્રસારીત થતો મેચ નિહાળી મોબાઇલ ફોનમાં ડાઉનલોડ કરેલી ક્રિકેટ લાઇન એપ્લીકેશનમાં ભાવ જોઇને મોબાઇલ પર રનફેર, હારજીત, સેશન પર જુગાર ચાલતો હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે પ્રવિણ ભાણજીભાઇ સોનેરીના મકાનમાં દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન પોલીસે ક્રિકેટ મેચ પર સટ્ટો પકડી પાડી મકાનધારક પ્રવિણ સોનેરીની અટકાયત કરી રોકડ,ટીવી, બે મોબાઇલ,સેટઅપ બોકસ, સાહિત્ય મળી રૂ.28,400નો મુદામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત સટ્ટો રમનારા વધુ ચાર શખ્સોના નામ ખુલ્યા હતા. જેથી પોલીસે મકાનધારક ઉપરાંત અન્ય ભુરો, ધોળકીયાભાઇ, લખમણભાઇ અને જયેશભાઇ ખારવા સહિત પાંચેય સામે ગુનો નોંધી ચાર શખ્સોને ફરારી જાહેર કરી તેની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.શહેરમાં આઇપીએલ શરૂ થયા બાદ સતત બીજા દિવસે સીટી એ પોલીસે દરોડો પાડી ક્રિકેટનો વધુ એક સટ્ટો પકડી પાડયો હતો.

અન્ય સમાચારો પણ છે...