તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:જામનગરમાં વધુ એક ડીજે ઓપરેટર સામે ફરિયાદ થઈ

જામનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • ગોકુલનગરમાં જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

જામનગરની ભાગોળે ગોકુલનગર વીસ્તારમાં સોમનાથ સોસાયટી પાસે સીટી સી પોલીસની ટીમે મોડી રાત્રી સુધી પરવાનગી વગર ડીજે સાઉન્ડ સીસ્ટમ વગાડીને જાહેરનામાના ભંગ મામલે ડીજે ઓપરેટર સામે ફરીયાદ નોંધી હતી.શહેરમાં નિયત સમય કરતા મોડી રાત્રી સુધી સાઉન્ડનો ઘોંઘાટ રાખી જાહેરનામા ભંગ મામલે પોલીસે કાર્યવાહી અવિરત રાખી છે.ગત સપ્તાહમાં પોલીસે જુદા જુદા સ્થળે પાંચ સામે મોડી રાત્રી સુધી સાઉન્ડ વગાડવા મામલે ગુનો નોંધ્યો હતો.જે બાદ નાઇટ પેટ્રોલિંગ વેળા સીટી સી પોલીસે વધુ એક સ્થળે દોડી જઇ વધુ એક ડીજે ઓપરેટર સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરી હતી.

શહેરના ગોકુલનગર વિસ્તારમાં સીટી સી પોલીસની ટીમે પેટ્રોલિંગ વેળા સોમનાથ સોસાયટી શેરી નં.19માં બાળકોના સ્મશાન પાસે મોડી રાત્રી સુધી સાઉન્ડનો મોટો અવાજ સંભળાતો હોવાની ટીપ મળી હતી.જેના આધારે પોલીસ કાફલો ઘસી ગયો હતો. જે વેળા સ્થળ પરથી મુળ મહેસાણાના કડી તાલુકાના બોરીસળાના વતની સંદિપભાઇ પ્રવિણભાઇ ઉર્ફે પરસોતમભાઇ બારોટ મળી આવ્યો હતો. આથી પોલીસે તેની સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો