તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વધુ એક ગુનો દાખલ:જામનગરના કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલ અને ભાડુતી હત્યારાઓ સામે વધુ એક ફરિયાદ

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કુખ્યાત જયેશ પટેલે વર્ષ 2018માં વકીલ કિરીટ જોશીની હત્યા કરી હતી
 • તાજેતરમાં જયેશ પટેલ લંડનથી પકડાયો

જામનગરના કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ત્રણ વર્ષ પૂર્વે વકીલ કિરીટ જોશી હત્યા સમયે જમીન માફિયા પટેલ અને તેના ત્રણેય ભાડુતી મારાઓએ બોગસ પાસપોર્ટ કાઢવી લીધા હોવાનું સામે આવતા ચારેય સામે સીટી એ-ડીવીજન પોલીસ દફતરમાં વધુ એક ફરીયાદ નોંધાઈ છે. ત્રણેય શખ્સો સામે પોલીસે છેતરપીંડી અને કાવતરા સબબ ફરિયાદ નોંધી છે.

કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલે વર્ષ 2018માં વકીલ કિરીટ જોશીની હત્યા કરી હતી. અમદાવાદના હાર્દિક ઠક્કર અને દિલીપ ઠક્કર તેમજ જયંત ગઢવી નામના ત્રણ રીઢા ગુનેગારોને ત્રણ કરોડ રૂપિયામાં હત્યાની સોપારી આપી જયેશે વકીલ જોશીની હત્યા કરાવી હતી.

લાંબા સમય બાદ ત્રણેય આરોપીઓ તાજેતરમાં કોલકતાથી પકડાયા છે. જેને લઈને પોલીસે જામનગર લઇ આવી રિમાન્ડ પર લઇ પૂછપરછ હાથ ધરી છે. આ પૂછપરછ દરમિયાન એવું સામે આવ્યું છે કે, ત્રણેય હત્યારાઓ અને જયેશ પટેલ બોગસ પાસપોર્ટ બનાવી વિદેશ પહોચ્યા હતા. જેને લઈને તપાસ કર્તા ડીવાયએસપી કૃણાલ દેસાઈએ જયેશ પટેલ અને તેના ત્રણેય ભાડુતી માણસો સામે વધુ એક ફરીયાદ નોંધાઈ છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જયેશ પટેલ લંડનથી પકડાયો છે. જ્યારે અન્ય ત્રણ ભાડુતી હત્યારાઓ કોલકતાથી પકડાયા છે અને હાલ રિમાન્ડ પર છે. જ્યારે જયેશને લઇ આવવા માટે પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો