ચોરી:પંચવટીમાં વધુ એક બંધ મકાન તૂટ્યું, રૂપિયા 1 લાખની ચોરી

જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બહારગામ ગયેલા વૃદ્ધના મકાનમાં તસ્કરો આંટો મારી ગયા

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. જામનગરના પંચવટી વિસ્તારમાં વધુ એક રહેણાક મકાનને તસ્કરોએ નિશાન બનાવી લઈ રૂપિયા એક લાખની માલમતા ઉસેડી ગયા છે અને પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંક્યો છે.

જામનગરના શહેરી વિસ્તારમાં વધુ એક રહેણાંક મકાનમાંથી ચોરી થયાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જામનગરના પંચવટી વિસ્તારમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા હરેશકુમાર ગુણવંતરાય ત્રિવેદીએ પોતાના બંધ રહેણાંક મકાનમાંથી કોઈ તસ્કરો રોકડ રકમ તેમજ સોનાના દાગીના વગેરે મળી રૂા.98,400ની માલમતાની ચોરી કરી લઈ ગયાનું પોલીસમાં જાહેર કર્યું છે.

સિટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તસ્કરોને પકડવા માટે આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા ની મદદથી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મકાન માલિક બહારગામ ગયા હતા, દરમિયાન પાછળથી બંધ રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું.

અન્ય સમાચારો પણ છે...