ઘરપકડ:જામનગરના શંકરટેકરીમાંથી વધુ એક બોગસ તબીબ ઝબ્બે

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પેરોલ ફર્લો સ્કવોડનો દરોડો, સ્ટેથોસ્કોપ, દવાઓ વગેર કબજે

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રજાનગરમાં પેરોલ ફર્લો પોલીસ સ્કવોડે એક કિલનિકમાં દરોડો પાડી કોઇ મેડીકલ ડીગ્રી કે રજીસ્ટ્રેશન વગર પ્રેકટીસ કરતા બોગસ તબીબને પકડી પાડીને સ્થળ પરથી સ્ટેથોસ્કોપ,બીપીનુ મશીન,દવાઓ વગેરે કબજે કર્યા હતાં. જામનગરમાં પેરોલ ફર્લો સ્કવોડની પોલીસ ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળા પોલીસ ટીમને શંકર ટેકરી વિસ્તારના રજાનગરમાં એક બોગસ તબીબ કોઇ મેડીકલ ડીગ્રી કે રજીસ્ટ્રેશન કરાવ્યુ ન હોવા છતાંય દર્દીઓને તપાસ દવાઓ આપતા હોવાની બાતમી મળતા પોલીસ ટુકડીએ ડો.એસ.એસ.ખાન કિલનિકમાં દરોડો પાડયો હતો. આ કિલનિકમાં શાહનવાઝ મહમદખાન પઠાણ (રે. ગ્રીન પાર્ક સોસાયટી,કાલાવડ નાકા

બહાર) નામનો શખ્સ અમુક લોકોના આરોગ્યની તપાસણી કરતો હતો. આથી પોલીસે તેની પાસે મેડીકલ ડીગ્રી કે રજીસ્ટ્રેશન અંગે કાગળો માંગતા તેની પાસે કોઇ મેડીકલ ડીગ્રી ન હોવાનુ બહાર આવ્યુ હતુ.જેથી પોલીસે તેની સામે મેડીકલ પ્રેકટીશનર્સ એકટ હેઠળ ગુનો નોંધી સ્થળ પરથી બીપી, ડાયાબીટીશ માપવાનુ મશીન, જુદી જુદી દવા, બાટલાઓ વગેરે કબજે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...