ધરપકડ:સચાણામાંથી વધુ એક બોગસ તબીબ ઝડપાયો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધો.12 ભણેલા શખસ સામે પોલીસની કાર્યવાહી

જામનગરની એસઓજી શાખાની ટુકડીની તપાસ દરમિયાન સચાણા માંથી એક બોગસ તબિબને પકડી પાડયો છે. સચાણા ગામમાં એક પરપ્રાંતીય શખ્સ પોતાની પાસે કોઈ પણ પ્રકારની ડીગ્રી ના હોવા છતાં ગરીબ દર્દીઓ સાથે ચેડાં કરી રહ્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

જેથી એસ.ઓ.જી. ની ટુકડીએ આજે વહેલી સવારે સચાણા ગામમાં દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન મૂળ પશ્ચિમ બંગાળનો વતની સુનિલ રોબીનભાઈ હીરા નામનો શખ્સ ગામમાં દવાખાનુ ચલાવી રહ્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

જેની પાસે તબીબ ને લગતી ડિગ્રી માંગતાં પોતે માત્ર 12 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હોવાનું જણાવ્યું હતું, અને કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હતી, તેમ છતાં પણ મેડિકલ પ્રેક્ટિસ કરતો હોવાનું સામે આવ્યું હતું. બોગસ તબીબની અટકાયત કરી તેની સામે ગુનો દાખલ કરાવ્યો છે, અને તેના દવાખાનામાંથી જુદી જુદી દવાઓ સહિતની સામગ્રી કબજે કરી લીધી છે.

અન્ય સમાચારો પણ છે...