તપાસનો ધમધમાટ:જામનગરમાં પ્રતિબંધિત ઈન્જેક્શન પ્રકરણમાં ફરાર બીજો આરોપી ઝબ્બે

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તપાસનો દૌર ગુજરાતભરમાં લંબાયો
  • જુદા​​​​​​​ જુદા કેમિકલ્સને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં શાયોના શેરીમાંથી એસઓજી શાખાની ટીમે દુધાળા પશુઓને વધુ દૂધ આપવા માટેના પ્રતિબંધિત ઇન્જેક્શનો બનાવવા માટેની ફેક્ટરી પકડી પાડી હતી, અને 1 શખસની અટકાયત કરી હતી, જે પ્રકરણમાં સંડોવાયેલા બીજા એક સૂત્રધારને એસઓજીની ટીમે પકડી પાડ્યો છે અને તેની પૂછપરછ હાથ ધરી છે.

ઉપરાંત પોલીસે કબજે કરેલા કેમિકલ તથા જુદીજુદી દવાઓ વગેરેને પૃથ્થકરણ માટે એફએસએલમાં મોકલી આપ્યા છે. ઉપરાંત ઇન્જેક્શન બનાવવામાં કેટલીક પ્રતિબંધિત વસ્તુઓ પણ ખરીદાઈ છે કે કેમ? તેની ચકાસણી કર્યા પછી તપાસનો દોર અમદાવાદ ઉપરાંત રાજ્ય બહાર પણ લંબાવવામાં આવ્યો છે.

જામનગરના ગોકુલનગર નજીક સાયોના શેરી વિસ્તારમાંથી દુધાળા ઢોર ને આપવાના પ્રતિબંધિત ઇન્જેક્શન બનાવવાનું કારખાનું એસ.ઓ.જી. ની ટીમે પકડી પાડ્યું હતું, અને ફેક્ટરી ચલાવનારા ભીમશી મારખીભાઈ ગોજીયા નામના શખ્સને પકડી પાડ્યો હતો. જેની પાસેથી રૂપિયા 6,24,000નો ઇન્જેક્શન બનાવવાના સાધનો એસિડની સામગ્રી, કેમિકલ સહિતનો જંગી જથ્થો પકડી પાડ્યો હતો. જે પ્રકરણમાં તેના સાગરિત એવા કુટુંબીભાઈ રામ દેશુરભાઈ ગોજીયા નું નામ ખૂલ્યું હતું, અને તે આરોપી ફરારી હતો.

જેને એસઓજીની ટીમે પકડી પાડ્યો છે અને તેની પણ વિશેષ પૂછપરછ હાથ ધરી છે. પોલીસ દ્વારા સમગ્ર પ્રકરણમાં ઊંડા​​​​​​​પૂર્વકની તપાસ શરૂ કરાયા પછી બંને આરોપીઓ ઇન્જેક્શન બનાવવા માટે એસિડ તથા અન્ય કેમિકલ સહિતની સામગ્રી ગુજરાત રાજ્યના અમદાવાદ- વડોદરા- સુરત વગેરે સ્થળેથી તેમજ અન્ય રાજ્યમાંથી પણ ખરીદ કરીને આવતા હોવાનું જાણવા મળ્યું હતું. જે તમામ વસ્તુઓના સેમ્પલો લઈને પૃથ્થકરણ માટે એફએસએલમાં મોકલી દેવાયા છે, જ્યારે પકડાયેલી સામગ્રી પૈકી કેટલીક વસ્તુઓ કે જેના વેચાણ પર પણ પ્રતિબંધ છે! જેની ખરાઈ કરવા માટે પણ એસઓજીની ટીમ ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...