શ્રાવણી જુગાર:દ્વારકા જિલ્લામાંથી વધુ 61 જુગારી ઝડપાયા

ખંભાળિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ખંભાળિયા,સલાયા,કલ્યાણપુર-ભાણવડ પંથકમાં જુદાજુદા બાર સ્થળે પોલીસ પ્રગટતા દોડધામ
  • જુદાજુદા દરોડામાં રોકડ અને મોબાઇલ સહિત રૂ.1.68 લાખનો મુદામાલ કબજે કરાયો, તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી

દ્વારકા જિલ્લામાં શ્રાવણ માસના અંતિમ દિનેખંભાળિયા, સલાયા ઉપરાંત ભાણવડ પંથકમાં પોલીસે જુદા જુદા 12 જુગાર દરોડામાં 5 મહિલા સહિત 61ને રંગેહાથ ઝડપી લીધા હતા.જે દરોડા દરમ્યાન પોલીસે કુલ રૂ. 1.68 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર ખંભાળીયા પંથકમાં પોલીસે જુગારના જુદા જુદા 3 દરોડા પાડી જુગાર રમતા ઈસમો દેવા રાણા બથવાર, ખેતા મંગા મકવાણા, દિનેશ દેવશી મકવાણા, વીરા કાના બથવાર, માલદે પુંજા બથવાર, દાના ખીમાં મકવાણા, તેજા મંગા મકવાણા, કિશોર રતિલાલ ગોકાણી, પ્રભુદાસ નથુરામ ગોંડલીયા, કુલદીપસિંહ પ્રતાપસિંહ જાડેજા, ચિરાગ કારૂ ઢાંઢ, રસિક શામજી અસ્વાર, તરુણ જેન્તીલાલ વિઠ્ઠલાણી તથા મહિલા આરોપી આશિયાનાબેન બસીરભાઈ ભોકલને 3 મોબાઈલ સહિત રૂ. 59,700ની મત્તા સાથે ઝડપી લીધા હતા.

જયારે કારું દેવા બગડા, ધના રામાં રાઠોડ, લાખા નથુ મકવાણા, મનું દેવશી રાઠોડનાઓ રેઇડ દરમ્યાન નાશી ગયાનુ જાહેર થયુ છે. સલાયા વિસ્તારમાં પોલીસે જુગાર રમતા ઈસમો અમિત મગન વાઘેલા, દિલીપ જીવરાજ બારીયા, બચુ ભીખા બારીયા, મકન જીવા બારીયા, સની ભોવાન જેઠવાને પોલીસે રેઇડ દરમ્યાન રોકડા રૂ. 2,820ના મત્તા સાથે ઝડપી લીધા હતા.

ભાણવડ પંથકમાં જુગારના 3 દરોડામાં પોલીસે નવઘણ ભૂરા રાણાવાયા, હિતેશ વજુ મકવાણા, આરીફ આમદ ભટ્ટી, અજય ટપુ ઘેલા, આદિત્ય અજય ઘેલા, તરુણ અરવિંદ ચુડાસમા, રાજેશ નારણ ગોહેલ, ભરત મૈસુર મેથાણીયા, કરીમશા ઉમરશા ફકીર, જેન્તી લખમણ પીપરોતર, હાર્દિક ભરત કોટેચા, વિમલ બચુ વિસાવડીયા, અનિલ શાંતિલાલ છાયા, કમલેશજતી પ્રવીણજતી ગૌસ્વામી, હરીશ ફોગા સોરઠીયા, આમદ ઉર્ફે ડાડો નૂરમામદ હિંગોરા, તારમામદ ઇબ્રાહિમ હીંગોરા, જૂમ મુશા હીંગોરા, સાલેમામદ ઈશા હિંગોરાનાઓને પોલીસે રેઇડ દરમ્યાન રોકડા રૂ.51,280ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

કલ્યાણપુર પંથકમાં પોલીસે 5 દરોડામાં જુગાર રમતા ઈસમો બસીર જુસબ મંઘરા, દિલીપ ઉમિયાશંકર મોખા, મહિલા આરોપી સોનબાઇ ઇકબાલ મંઘરા, જીજુબેન અબ્દુલ શેખ, રહેમત હુસેન મંઘરા, મુસ્કાન સુલેમાન મંઘરા, પ્રકાશ હરી સિધ્ધપુરા, અરજણ કાના ચૌહાણ, ચિરાગ અરવિંદ સિધ્ધપુરા, ચેતન રણછોડ સિધ્ધપુરા, સુરેશ જમન કણઝારીયા, હેમંત જેરામ આસોદીયા, વિશાલ પ્રવીણ દાવડા, નુંઘા ધરણાંત કંડોરિયા, દિલીપ ધીરજલાલ મકવાણા, નાનજી મગન માવડીયા, જીવા સીદા કરમુર, મુમૈયાભા લખુભા માણેક, દીનેશસિંહ પ્રભાતસંગ વાઢેર, કારા ભીમા ઓડેદરા, વેજા કારા ઓડેદરા, ખીમાં મસરી ગોરાણીયા,વેજા દુદા ગોરાણીયાને પોલીસે રેઇડ દરમ્યાન રોકડા રૂ.54,770ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ભાયાભાઈ આહીર ઘટના સ્થળેથી નાશી ગયાનુ જાહેર થયુ છે. તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...