તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જામનગરમાં વધુ 474 પોઝિટિવ, 52 મોત થયા

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી આંકડા મુજબ ફક્ત 4 જ મોત
  • 688 લોકોએ કોરોનાને મ્હાત આપી

જામનગર જિલ્લામાં કોરોનાની સતત પીછેહઠ થઈ રહી છે. 24 કલાક દરમિયાન કોરોનાના 474 પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્યારે કોવિડ હોસ્પિટલમાં 52 લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળે છે.

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાની સતત પીછેહઠ થઈ રહી છે. 24 કલાક દરમિયાન શહેરમાં 298 અને જિલ્લામાં 176 મળી કુલ 474 પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્યારે શહેરમાંથી 305 અને જિલ્લામાંથી 383 લોકોએ કોરોનાને હરાવીને ડિસ્ચાર્જ મેળવ્યો છે. સરકારી આંકડા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન ફક્ત 4 મોત કોરોનાથી થયા છે. જ્યારે કોવિડ હોસ્પિટલમાં 52 લોકોના મૃત્યુ થયા હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...