તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:શુક્રવારે કોરોનાના વધુ 47 પોઝિટિવ કેસ, 2ના મોત

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • શહેરની સાથે ગ્રામ્ય પંથકમાં પણ સંક્રમિતોની સંખ્યામાં ઉછાળો

જામનગર શહેરની સાથે ગ્રામ્ય પંથકમાં ફરી કોરોનાનુ સંક્રમણ ભયજનક રીતે વકરી રહયુ છે. શુક્રવારે શહેરમાં વધુ 23 પોઝીટીવ કેસ સામે આવ્યા હતા જયારે ગ્રામ્ય પંથકમાં પણ વધુ 24 સંક્રમિતો જાહેર થયા છે.જયારે બેના મોત નિપજયા હોવાનુ બહાર આવ્યુ છે.

જામનગરમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાની મહામારી ફરી વકરી રહી છે. છેલ્લા પાંચેક દિવસથી કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં જબ્બર ઉછાળો જોવા મળી રહયો છે. જામનગરમાં શુક્રવાર સાંજ સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન એરીયામાં વધુ 23 પોઝિટીવ કેસ નોંધાયા હતા.

જયારે શહેરની સરખામણીએ ગ્રામ્ય પંથકમાં સંભવત સૌ પ્રથમ વખત જ વધુ કેસો સામે આવ્યા હોવાનુ ચિત્ર ઉપસી રહયુ છે. ગ્રામ્ય પંથકમાં શુક્રવાર સાંજ સુધીમાં 24 સંક્રમિતો સામે આવ્યા છે. જે તમામને સધન સારવાર અપાઇ રહી છે. શહેર-જિલ્લામાં છેલ્લા દશ દિવસથી આંશિ વધઘટ સાથે કોરોનાએ ફરી જેટ ગતિ ધારણ કરી છે.

જામનગર શહેર-િજલ્લામાં 4.37 લાખથી વધુ ટેસ્ટ કરાયા
જામનગર શહેરી વિસ્તારોમાં અત્યાર સુધીમાં 2,40,750 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જયારે ગ્રામ્ય પંથકમાં પણ 1,96,692 કોવિડ ટેસ્ટ કરાયા છે.આમ,શહેર-જીલ્લામાં હાલ સુધીમાં 4,37,442 લોકોનુ પરીક્ષણ કરાયું છે.

24 દર્દીએ કોરાનાને હરાવ્યો
જામનગર શહેર અને જિલ્લામાં શુક્રવાર સાંજ સુધીમાં 24 દર્દીઓ સ્વસ્થ થતા તમામને હોસ્પીટલમાંથી ડીસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.શહેરના 19 લોકોએ કોરોનાને મહાત આપી હતી જયારે ગ્રામ્ય પંથકમાં પણ પાંચ દર્દીઓએ સ્વસ્થ થયા હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ.

દ્વારકા જિલ્લામાં વધુ 3 સંક્રમિત
દેવભુમિ દ્રારકા જિલ્લામાં પણ કોરોનાનુ સંક્રમણ યથાવત રહયુ છે જેમાં દ્રારકામાં વધુ એક અને મુખ્ય મથક ખંભાળીયામાં પણ વધુ બે પોઝિટીવ કેસો સામે આવ્યા છે.જયારે એક દર્દી સ્વસ્થ થતા તેને ડીસ્ચાર્જ અપાયો હોવાનુ સામે આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો