જામનગર તાલુકાના સીક્કા ગામમાં રહેતાં શખ્સ સામે છેતરપિંડીની વધુ એક ફરિયાદ નોંધાઇ છે. શખ્સ બાજ રીપેરીંગને લગત પાસની ખરીદી કરી રૂા.2.56 લાખની રકમ વેપારીને નહીં ચૂકવી વિશ્વાસઘાત કર્યાની નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી. અગાઉ પણ આ શખ્સ વિરૂધ્ધ બે ફરિયાદ નોંધાઇ ગઈ છે.
મળતી માહિતી મુજબ, જામનગર તાલુકાના સીક્કા ગામમાં પંચવટી સોસાયટીમાં રહેતાં અફઝલ કાસમ લાખાણી નામના શખ્સ વિરૂધ્ધ અગાઉ સોશિયલ મીડિયાની એક ફરિયાદ તથા પગાર અને ઉછીના નાણા નહીં ચૂકવવા ધમકી આપ્યાની બીજી ફરિયાદ નોંધાઇ હતી. ત્યારબાદ આજે વધુ એક ફરિયાદ નોંધાઈ છે જેમાં જામનગરના વેપારી રાજેશભાઈ ત્રિવેદીના રીસી ટ્રેડર્સ નામની દુકાનમાંથી અફઝલ લાખાણીએ બાજ રીપેરીંગ માટેના લગત સ્પેરપાટર્સ તેની ‘દોવીઅર રીસાઈકલીંગ પ્રા.લિ.’ નામની કંપનીના નામે વેપારીને વિશ્ર્વાસમાં લઇ રૂા.2,56,020 ની ખરીદી આજથી ત્રણ વર્ષ પહેલાં કરી હતી. અફઝલે આ ખરીદી કર્યા બાદ નાણાંની ચૂકવણીમાં આનાકાની કરતાં કંટાળેલા વેપારી યુવાને આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ ડી.બી. લાખણોત્રા તથા સ્ટાફે અફઝલ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.