ફુડ વિભાગનું ચેકીંગ:જામનગરમાં વધુ 110 કીલો અખાધ કેરીનો સ્થળ પર નાશ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ આઇસ ફેકટરીમાં કલોરીનેશન અંગે ચેકીંગ કરાયું
  • અડધા ઉનાળા બાદ મનપાની ફુડ શાખા હરકતમાં આવી

જામનગરમાં વધુ 110 કીલો અખાધ કેરીનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો છે. ત્રણ આઇસ ફેકટરીમાં કલોરીનેશન અંગે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. અડધા ઉનાળા બાદ મહાપાલિકાની ફુડશાખા હરકતમાં આવી છે.

જામનગર શહેરમાં ઉનાળાની સીઝનને અનુલક્ષીને ફુડ શાખા દ્રારા કેરીના ગોડાઉન, આઇસક્રીમની દુકાનો, આઇસ ફેકટરીમાં ચેકીંગ શરૂ કરાયું છે. જે અંતર્ગત મનપાની ફુડશાખા દ્વારા મંગળવારે ત્રણબતી વિસ્તારમાં આવેલી ત્રણ આઇસ ફેકટરીમાં કલોરીનેશન અંગે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કોઇ ક્ષતિ મળી ન હતી.

તદઉપરાંત શરૂ સેકશન રોડ, રણજીત રોડ વિસ્તારમાં રસના ચીચોડાનું ચેકીંગ કરી સ્વચ્છતા જાળવવા સૂચના આપી હતી. જયારે મોચી શાળના ઢાળિયા વિસ્તારમાં કેરીના ગોડાઉનમાં ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં 110 કીલો અખાધ કેરી મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...