અટકાયત:8 કરોડના બેનામી નાણાં ટ્રાન્સફર પ્રકરણમાં જામનગર શહેરનો વધુ 1 શખસ ઝડપાયો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગંભીર છેતરપિંડીના ગુન્હામાં નાઇજીરીયન નાગરિક સહિત 7 પકડાયા: 4 ફરાર

જામનગરના સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ગત ડિસેમ્બર મહિનામાં ભારત સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતી ગેંગ દ્વારા રૂપિયા 8 કરોડના બેનામી બેંક વ્યવહાર કરીને ફ્રોડ કરવા અંગેનો ગુનો દાખલ કર્યો હતો, અને એક નાઇજીરિયન શખસ સહિતના 6 આરોપીની ધરપકડ કરી હતી, જે પ્રકરણમાં તપાસનો દોર આગળ ધપાવી જામનગરના વધુ એક શખસની અટકાયત કરી લીધી છે અને જેલ હવાલે કરાયો છે.

આ પ્રકરણમાં પોલીસે તપાસનો દોર આગળ ધપાવ્યા પછી બન્ને શખસોના રહેણાંક મકાનમાંથી જુદી જુદી બેંકના 30થી વધુ એટીએમ કે ડેબિટ કાર્ડ, તથા 30 જેટલી જુદી જુદી બેંકની ચેકબુક, બે રબ્બર સ્ટેમ્પ, જુદી જુદી 6 મોબાઈલ કંપનીના સીમકાર્ડ સહિતનું થોકબંધ સાહિત્ય કબજે કર્યું હતું. પોલીસની તપાસ દરમિયાન બે મહિનાના સમયગાળા દરમિયાન બન્ને શખસોના ખાતામાં રૂા.8 કરોડનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં જુદી-જુદી ખાનગી બેંકમાં બોગસ પેઢીના નામે બેનામી વ્યવહારો કરાયા હતા અને ભારત સરકારના ટેક્સથી બચવા માટે નાણાં આંગડિયા પેઢી દ્વારા નાઈજીરિયન નાગરિકને ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

આ પ્રકરણમાં પોલીસ દ્વારા જામનગરમાં જ ગોકુલનગર નજીક સોમનાથ સોસાયટીમાં રહેતા પિયુષ ડાયાભાઈ કુડેચા નામના શખસને પકડી પાડયો હતો. જેને અદાલત સમક્ષ રજૂ કરતાં જેલહવાલે કરાયો છે. ઉપરાંત જામનગરના અન્ય ચાર શખસોની સંડોવણી ખૂલી હોવાથી તેઓની શોધખોળ શરૂ ચલાવવામાં આવી રહી છે. સમગ્ર તપાસ દરમિયાન પોલીસ દ્વારા જુદી જુદી ચાર ખાનગી બેંકોમાં ટ્રાન્જેક્શન કરવાના બાકી રહી ગઈ હોય તેવી કુલ 10 લાખની રોકડને સીઝ કરાવી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...