જોડીયાની જસાપર પ્રાથમિક શાળામાં વાર્ષિક મહોત્સવ યોજાયો હતો, જેમાં ધો. 1 થી 8ના વિદ્યાર્થીઓએ ભાગ લઈ પ્રાચીન-અર્વાચીન રાસ,ડાન્સ, નાટક,શિવતાંડવ, અભિનય તેમજ આદિવાસી નૃત્ય સહિત કૃતિ રજૂ કરી હતી. જોડીયાની જસાપર પ્રાથમિક શાળામાં શુક્રવારે વાર્ષિક મહોત્સવ યોજાયો હતો જેમાં ધો. 1 થી 8 ના વિદ્યાર્થીઓએ ભાગ લઈ પ્રાચીન -અર્વાચીન રાસ,ડાન્સ, નાટક,શિવતાંડવ, અભિનય તેમજ આદિવાસી નૃત્ય સહિત કૃતિ રજૂ કરી હતી.
આ સાથે જ વાર્ષિક પરીક્ષા 2022માં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ધો.1 થી 8માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને શાળા દ્વારા શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેના દાતા ડો. વિમલભાઈ હરજીભાઈ જાવીયા હતા. આ ઉપરાંત જસાપર પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હોય અને હાલમાં સરકારી અધિકારી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓનું શાળા દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ વાર્ષિક મહોત્સવમાં જામનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન- લગધીરસિંહ જાડેજા, ગુજરાત બિન અનામત આયોગ ના પૂર્વ ચેરમેન- બી.એચ. ઘોડાસરા, જામનગર જિલ્લા ભાજપ ઉપપ્રમુખ- ડી. ડી. જીવાણી,મયુરભાઈ ડી.ચનીયારા,નવલભાઇ મુંગરા,જયંતીભાઈ કગથરા,કે.પી. ભીમાણી,રામજીભાઈ પનારા, ગામના સરપંચ હેમરાજભાઈ પનારા,શાળાના શિક્ષક મિત્રો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો મીનાક્ષીબેન દલસાણીયા અને લલીતભાઈ પટેલ તેમજ પ્રવાસી શિક્ષિકા પ્રીતિબેન પનારા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.