તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખો અન્નકૂટ:જલારામ મંદિરની મંગળા વિઠ્ઠલેશ ગૌશાળામાં 31 જેટલા ગૌચારાનો યોજાયો અન્નકૂટ

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોમાતા માટે 31 ખાદ્ય-સામગ્રીથી તૈયાર કરવામાં આવ્યો અન્નકૂટ

જામનગર નજીક હાપામાં આવેલા જલારામ મંદિરની મંગળા વિઠ્ઠલેશ ગૌશાળામાં ગાયો માટે અષાઢી બીજના તહેવારને અનુલક્ષીને સૌપ્રથમ વખત ગૌચારાના અન્નકૂટના દર્શન રાખવામાં આવ્યા હતા. જેમાં ગૌમાતાને મકાઈ ,જુવાર, ગદબ ઉપરાંત ફળો શાકભાજી સહિતની 31 જેટલી ખાદ્ય સામગ્રીનો અન્નકોટ ધરવામાં આવ્યો હતો.

ભગવાન, માતાજીના અન્નકોટ દરેક દેવસ્થાનો હોય છે. પરંતુ ગૌમાતા માટેનો અન્નકોટ જામનગર નજીક હાપા જલારામ મંદિર પ્રથમ વખત કરવામાં આવ્યો.ગાયને માતાનુ અને ભગવાનનુ સ્વરૂપ માનવામાં આવે છે, તેનો ખોરાકને પણ અન્નકોટ કરવાનો ખ્યાલ ગૌભક્તોમાં આવ્યો. તેથી ગાયને ખોરાકને અન્નકુટ કરવામાં આવ્યો.

અન્નકૂટમાં જુદી-જુદી 31 જેટલી ખાદ્ય સામગ્રીનો અન્નકોટ રાખવામાં આવ્યો હતો જેમાં જુવાર ,મકાઈ ,ગદબ ,ઘઉં, લોટના લાડુ, ખોળ, કપાસિયા, દુધી, ફ્લાવર, કોબીજ સહિતના લીલા શાકભાજી ઉપરાંત કેળા, સફરજન સહિતના ફળો વગેરે મળીને 31 જેટલી ખાદ્ય સામગ્રીઓ રાખવામાં આવી હતી.

મંગળા વિઠલેશ ગૌશાળામાં જલારામ સેવા ટ્રસ્ટ- હાપા તેમજ પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર દ્વારા અષાઢી બીજના તહેવારને અનુલક્ષીને 31 જેટલા વિવિધ પ્રકારના ગૌચારાના અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 8.30 વાગ્યાથી સાંજના 7.00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ગૌચારાના અન્નકૂટના દર્શન રખાયા હતા.

ઉપરાંત કોઈપણ ભક્તજનો પોતાના તરફથી ગૌચારાના અન્નકૂટ માટે સામગ્રી નોંધાવવા માંગતા હોય તો હાપા જલારામ મંદિર કાર્યાલયનો સંપર્ક કરવા પણ જલારામ ટ્રસ્ટ સેવા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...