વાછરડાનું રેસ્ક્યૂ:ભાણવડની નકટી નદીમાં વાછરડું ખાબકતા એનિમલ લવર્સ ગ્રુપે સલામત રીતે બહાર કાઢ્યું

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેલિંગ ના અભાવે છાસવારે મૂંગા પશુઓ પડે છે આ નદીમાં
  • નક્કર પગલા નહીં ભરવામાં આવે તો પ્રાણી પ્રેમીઓ ગાંધીજીના માર્ગે આંદોલન કરશે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાંથી પસાર થતી નકટી નદીમાં એક વાછરડું ખાબકતા એનિમલ લવર્સ ગ્રુપના સભ્યો દોડી આવ્યા હતા. ગ્રુપના સભ્યો દ્વારા મહામહેનતે વાછરડાને સલામત રીતે નદીમાં બહાર કાઢ્યું હતું.

ભાણવડ શહેરમાંથી પસાર થતી નકટી નદી પાસે રેલિંગના અભાવના કારણે અવારનવાર પશુઓ અહીં ખાબકતા હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે વધુ એક વાછરડું અહીં ખાબકતા લોકોના ટોળા એકઠા થયા હતા. એનિમલ લવર્સ ગ્રુપના સભ્યોને જાણ કરાતા તેઓની ટીમ બચાવ કામગીરી માટે આવી પહોંચી હતી. ભારે જહેમત કરી વાછરડાને ગંદા પાણીમાંથી સલામત રીતે બહાર કાઢ્યું હતું.

ભાણવડના પ્રાણીપ્રેમી સમીરભાઈ ઉનડકટે નકટી નદી પાસે રેલીંગ કરવાની માગ કરી છે. અહીં રેલીંગના અભાવે પશુઓ અને લોકો પણ નદીમાં ખાબકતા હોવાની રજૂઆત કરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...