લમ્પી સામે રક્ષણ:જામનગર જિલ્લામાં લમ્પીએ કહેર મચાવતા પશુપાલન વિભાગે બે દિવસમાં 16 હજાર પશુઓનું રસીકરણ કર્યું

જામનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસીકરણના કારણે પશુઓમાં રોગ ફેલાતો અટક્યો

લમ્પી વાઈરસને નિયંત્રિત કરવા જામનગર જિલ્લામાં ગૌપશુધનમાં પ્રસરેલ લમ્પી વાઈરસને નિયંત્રિત કરવા માટે કલેકટરના માર્ગદર્શન હેઠળ પશુપાલન વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં ચાર દિવસ સુધી રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તા. 30 જુલાઈના જિલ્લાના 8956 ગૌધનને તેમજ તા.31 જુલાઈના 7140 ગૌધનને વેક્સિન આપવામાં આવી છે. બે દિવસ દરમિયાન જામનગર શહેર તેમજ જિલ્લાના વિવિધ ગામડાઓમાં કુલ 16096 ગૌધનનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રસીના કારણે પશુઓને મળી રહ્યું છે રોગ સામે રક્ષણ
જામનગર તાલુકાના નવાનાગના ગામે રહેતા લોકો એ જણાવે છે કે, અમારા ગામમાં લમ્પી રોગ પ્રસરેલ હતો. પશુપાલન વિભાગને આ અંગે જાણ કરવામાં આવતા પશુ ડોકટરોએ તાત્કાલિક ગાયોની સારવાર કરી હતી અને ગૌવધનનું રસીકરણ પણ કરવામાં આવ્યું છે. જેના પરિણામે આ રોગ કાબુમાં આવી રહ્યો છે અને હાલ અમારી ગાયો તંદુરસ્ત છે.

જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં રહેતા પશુપાલકે જણાવે છે કે, મે મહિનામાં લમ્પી રોગ પ્રસરતા મેં મારા પશુઓની સારવાર કરાવી હતી અને જે પશુઓ તંદુરસ્ત હતા તેનું તાકીદે રસીકરણ કરાવતા એકેય પશુઓમાં લમ્પી રોગ પ્રસર્યો નથી.

અન્ય સમાચારો પણ છે...