સેવા:મગીયા પરીવાર દ્વારા કરૂણાને એનિમલ એમ્બ્યુલન્સની અર્પણ વિધિ

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • `અબોલ જીવોની સેવાની કામગીરીને બિરદાવી સન્માન કરાયું

જશાપર સ્થાનકવાસી જૈન સંઘમાં પૂ. ધીરગુરૂદેવની નિશ્રામાં ભગવાન મહાવીર નિર્વાણ કલ્યાણક પ્રવચન શ્રેણી અંતર્ગત સ્વરૂપ ચૌદશના કરૂણા ફાઉન્ડેશન રાજકોટના ટ્રસ્ટી પ્રતિકભાઇ સંઘાણી, રવીભાઇ વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું. સાવરકુંડલાના વતની હાલ કાંદીવલી સ્થિત સ્વ. જૈનીશ કિરીટભાઇ મગીયાની સ્મૃતિમાં અબોલ જીવોની સેવા માટે દેવલાલી સ્થિત વિમળાબાઇ મ.સ. પ્રેરિત એનિમલ હેલ્પલાઇન એમ્બ્યુલન્સની અર્પણ વિધિ ધીરગુરૂદેવના માંગલિક બાદ ગ્રામજનોએ કરી. અમિતભાઇ મગીયાની આ કામગીરીને બિરદાવી હતી. તા. 26ને બુધવારે સવારે 7 વાગ્યે નૂતન વર્ષ માંગલિક કાર્યક્રમનો લાભ વસુમતીબેન વ્રજલાલ ભીમાણી તરફથી યોજાયો હતો અને તા. 31ના ડીવાઇન ચેરી. રાજકોટ દ્વારા દંતચિકિત્સા કેમ્પ યોજાયાે હતો.

અન્ય સમાચારો પણ છે...