તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

27 જૂનથી બંધ કરવામાં આવી ખરીદી:ટેકાના ભાવે ચણાની ખરીદી બંધ કરાતા રોષ

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસાનું કારણ આગળ ધરી હાપા યાર્ડમાં ખરીદી બંધ કરાઇ

જામનગરમાં ટેકાના ભાવની ચણાની ખરીદી પ્રક્રિયા એકાએક બંધ કરી દેવામાં આવી છે. આ પ્રક્રિયાનો ખેડૂતો લાભ લે તે પૂર્વે જ યોજના બંધ કરી દેવાતા ખુલા બજારમાં ચણાનું વેંચાણ કરવા મજબૂર થવું પડી રહ્યું છે. તો બીજી તરફ સરકાર દ્વારા ચોમાસુ સીઝન હોવાથી અને વરસાદની સતત આગાહી હોવાથી ખરીદ કરાયેલ જથ્થો પલળી જાય તો મોટુ નુકશાન થાય જેને લઇને ખરીદ પ્રકિ્રયા સરકાર દ્વારા જ થંભાવી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મગફળી હોય કે અન્ય જણસોની ટેકાના ભાવની ખરીદ પ્રક્રિયા હોય, પરંતુ હાલમાં ચાલી રહેલ ટેકાના ભાવની ચણાની ખરીદી બંધ કરી દેવામાં આવી છે જેને લઇને જામનગર જિલ્લાના અનેક ખેડૂતો આ યોજનાથી વંચિત રહ્યા છે.

ટૂંકાગાળામાં યોજનાને બંધ કરી દેવામાં આવતા ખેડૂતો ખુલા બજારમાં ચણા વેચવા મજબૂર બન્યા છે. જો કે ખુલા બજારમાં ખુબ જ ઓછા ભાવ ઉપજતા હોવાથી ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઇ છે. સરકારે ટેકાના ભાવે ખરીદી કરી ન્યાય અપાવવો જોઇએ તેવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે. હાલમાં દરરોજ અઢી થી ત્રણ હજાર ગુણીની ચણાની આવક થઇ રહી છે.

આ તમામ વેંચાણ પ્રક્રિયા ખુલા બજારમાં કરવામાં આવે છે. હાલ ચોમાસાની સીઝન હોવાથી અને જગ્યાના અભાવના કારણે સરકાર દ્વારા ખરીદી પ્રક્રિયા બંધ કરવામાં આવી છે. જો ખુલામાં ટેકાના ભાવની ખરીદી કરવામાં આવે અને વરસાદ પડે તો ચણા બગડી જવાનું જોખમ રહે છે. જેને લઇને ટેકાના ભાવની ખરીદી બંધ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...