રોષ:આયુર્વેદ યુનિવર્સિટીએ નોકરીમાંથી છૂટા કરતા સુરક્ષાકર્મીઓમાં રોષ

જામનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારીઓએ કલેકટરને આવેદન પાઠવી વિરોધ વ્યકત કર્યો

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીએ રાતોરાત 15 સુરક્ષા કર્મીઓને નોકરીમાંથી છૂટા કરતા આ કર્મચારીઓએ કલેકટરને આવેદન પાઠવી વિરોધ વ્યકત કર્યો હતો. આવેદનમાં 10 વર્ષથી ફરજ બજાવતા હોય પુન: નોકરી પર લેવા માંગણી કરી છે.

કલેકટરને પાઠવેલા આવેદનમાં 15 સુરક્ષા કર્મીઓએ જણાવ્યું છે કે, તેઓ આયુર્વેદ યુનિ.માં 10 વર્ષથી ફરજ બજાવતા હતાં. પરંતુ જાન્યુઆરી મહિનાથી કોઇપણ નોટીસ અને કારણ વગર અમોને છૂટા કરવામાં આવ્યા છે. કોરોના મહામારીમાં પણ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. ધો.10 પાસ હોય તો જ નોકરીમાં રાખવામાં આવશે તેમ જણાવાયું છે. પરંતુ નોકરી પર રહ્યા ત્યારે આ પ્રકારનો નિયમ ન હતો. યુનિ.એ રાતોરાત નોકરીમાંથી છૂટા કરતા ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. આથી તાકીદે પુન: નોકરી પર લેવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...