મુશ્કેલી:ગુજરાત ફાયર સેફટી મેઝર્સના અંગ્રેજી મુસદાથી મનપા સામે રોષ

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામ્યુકોએ વાંધા-સૂચનો મંગાવ્યા પણ અંગ્રેજી ભાષાથી મુશ્કેલી
  • તમામ શહેરીજનોને અંગ્રેજી આવડતું ન હોવાથી વિરોધનો સૂર

જામનગરમાં પાર્કીંગ પોલીસી બાદ ગુજરાત ફાયર સેફટી મેઝર્સના અંગ્રેજી મુસદાથી શહેરીજનોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. મનપાએ વાંધા-સૂચનો મંગાવ્યા છે પણ અંગ્રેજી ભાષાના કારણે લોકોની મુશ્કેલી વધી છે. તમામ શહેરીજનોને અંગ્રેજી આવડતું ન હોવાથી ભારે રોષની લાગણી ફેલાઇ છે. જામનગરમાં પાર્કીંગ પોલીસી માટે મનપાએ શહેરીજનો પાસેથી વાંધા-સૂચનો મંગાવ્યા હતાં. પરંતુ પોલીસી અંગ્રેજીમાં હોય શહેરીજનોમાં વિરોધ ઉઠતા પોલીસીનો ગુજરાતીમાં હાર્દ તૈયાર કરાયો હતો.

ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફટી મેઝર્સ રેગ્યુલેશન-2021 નો મુસદો આખરી કરતા પહેલાં મહાપાલિકા દ્વારા શહેરીજનો પાસે તા.11 ઓકટોબરથી 2 નવેમ્બર સુધી વાંધા-સૂચનો મંગાવામાં આવ્યા છે. પરંતુ આ મુસદો અંગ્રેજીમાં હોય તમામ શહેરીજનો અંગ્રેજી જાણતા ન હોય ભારે રોષની લાગણી ફેલાઇ છે. માતૃભાષા ગુજરાતી હોવા છતાં વારંવાર મનપાના અંગ્રેજી ભાષા પ્રત્યે વધુ લગાવના કારણે શહેરીજનોમાં આશ્ચર્યની સાથે અનેક સવાલ ઉઠયા છે.

અન્ય સમાચારો પણ છે...