તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુલાકાત:જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરે રસીકરણ કેંદ્રોની મુલાકાત લીધી, લોકોને રસીકરણ ઝુંબેશમાં જોડાવવા માટે અપીલ

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કેંદ્ર પર વ્યવસ્થાની ચકાસણી કરી જરુરી સૂચનો કર્યા

જામનગર માં જિલ્લા કલેક્ટર રવિશંકર, મ્યુનિસિપલ કમિશનર સતીશ પટેલ તેમજ આરોગ્ય અધિકારીઓએ નવાગામ ઘેડ આરોગ્ય કેન્દ્ર, કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર તથા ગોમતીપુર આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી, તેમજ ત્યાં થઇ રહેલ રસીકરણ અંગેની વ્યવસ્થાઓ ચકાસી, જરૂરી સૂચનો કર્યા હતા.

જિલ્લા અને શહેર માં વધુમાં વધુ લોકો રસીકરણ અભિયાનમાં સહભાગી થઇ સુરક્ષિત કરે તેમ અનુરોધ કર્યો હતો. આ તકે મ્યુનિસિપલ કમિશનર સતીષ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે લોકો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ તથા કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરે તેમજ ભીડ એકઠી ન થાય તેની કાળજી રાખે.

આ મુલાકાત દરમિયાન કામદાર કોલોનીના આરોગ્ય અધિકારી કાજલ ચૌહાણે જામનગરની જનતાને વિનંતી સાથે અનુરોધ કર્યો હતો કે, વધુમાં વધુ લોકો રસી લઈ પોતાને સુરક્ષિત કરે. રસીથી કોઈ આડઅસર નથી અને સંપૂર્ણ સુરક્ષિત હોવાથી દરેક વ્યસ્ક વ્યક્તિ અચૂક રસી લે. રસીકરણ જ દરેક પરિવારને અને જામનગરને સુરક્ષિત કરવાનું એકમાત્ર હથિયાર છે. મુલાકાત દરમિયાન કલેકટર રવિશંકરે તમામ કેન્દ્રો પર રસીકરણ માટે આવેલ લોકોને પોતાની આસપાસના અન્ય લોકોને પણ રસીકરણ માટે પ્રેરણા આપી રસી લેવા અંગે માર્ગદર્શન આપવા જણાવ્યું હતું.

આ મુલાકાતમાં એમઓએચ ઋજુતાબેન જોશી, ડોક્ટર પંચાલ તેમજ આરોગ્ય કેન્દ્ર પરના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો