હનુમાનજીના દર્શન:જામનગરમાં બાલા હનુમાન મંદિરમાં અનંત અંબાણીએ દર્શન કરી હનુમાનજીને શીશ ઝુકાવ્યું

જામનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં આવેલ વિશ્વવિખ્યા સુપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરે રિલાયન્સના મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ બાલા હનુમાન મંદિરે દર્શન દર્શન કરીને શિશ ઝુકાવ્યું હતું. ત્યારબાદ વિશ્વ વિખ્યા સુપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિર ના ટ્રસ્ટીઓ દ્વારા અનત અંબાણીને હનુમાનજીની છબી અર્પણ કરવામાં આવી હતી

વિશ્વપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરે 59 વર્ષથી અખંડ રામધૂન ચાલે છે વર્ષો પહેલા કોકીલાબેન અંબાણીએ પણ વિશ્વવિખ્યાત બાલા હનુમાન મંદિરના દર્શન કર્યા હતા. હનુમાનજી મહારાજના ચરણોમાં અનંત અંબાણીએ ચૂકાવ્યું અનંત અંબાણીના આગમનને લઈને જડબે સલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. વિશ્વ વિખ્યાત સુપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરના દર્શન કરતા અંનત અંબાણી ને બાલા હનુમાન મંદિર ના પ્રમુખ જીતુ લાલ ઉદ્યોગપતિ કનુભાઈ કોટક વિનુભાઈ તન્ના સહિતના ટ્રસ્ટી દ્વારા બાલા હનુમાન મંદિરની અનંત અંબાણીને છબી અર્પણ કરી હતી.

વિશ્વ વિખ્યાત બાલા હનુમાન મંદિર નો અખંડ રામધૂન નો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સમાવેશ થયો છે ત્યારે આ બાલા હનુમાન મંદિરમાં કોઈપણ વિકટ પરિસ્થિતિ કે કુદરતી આફત કે યુદ્ધ કે મહામારીમાં પણ અખંડ રામધૂન ચાલુ રહી છે જ્યારે ભારત પાકિસ્તાન નું યુદ્ધ હોય કે વાવાઝોડું, ભૂકંપ કે પછી કોરોનાની મહામારીમાં પણ બાલા હનુમાન મંદિરે અખંડ રામધૂન ચાલુ રહી છે તે 59 વર્ષથી સતત રામ ધુન ચાલે છે ત્યારે રિલાયન્સના મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી આજે રાત્રે 10:45 વાગે બાલા હનુમાન મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા ત્યારે હનુમાનજીને સિસ ઝુકાવીને દર્શન કર્યા હતા અને બાલા હનુમાન મંદિર દ્વારા તેમને હનુમાનજી મહારાજ સહિત ભગવાન શ્રીરામ સીતાજી અને લક્ષ્મણ ની છબી અર્પણ કરવામાં આવી હતી. તેમજ બાલા હનુમાન મંદિરે ભગવાનના દર્શનનો લાભ લીધો હતો ત્યારે અનંત અંબાણીએ ખાસ ભગવાનને પ્રસાદી પણ ધરાવી હતી.

અનંત અંબાણી બાલા હનુમાન મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા ત્યારે રસ્તા પર મોટી સંખ્યામાં લોકો રસ્તા પર જોવા મળ્યા હતા. બાલા હનુમાન સંકીર્તન મંદિર જે પ્રેમભિક્ષુજી મહારાજ દ્વારા સ્થાપિત છે જ્યારે આજે 59 વર્ષ થયા અખંડ રામધૂન ચાલે છે તેની આસ્થાના હિસાબે ભૂતકાળમાં કોકીલાબેન અંબાણી આયા ઘણી વખત આવ્યા છે જ્યારે આજે અનંત અંબાણી દર્શને આવ્યા હતા અને ભગવાનના દર્શન કરીને લાભ લીધો હતો ત્યારે અનંત અંબાણી દ્વારા ભગવાનને પ્રસાદી પણ ધરવામાં આવી હતી તેવું બાલા હનુમાન મંદિરના પ્રમુખ જીતુભાઈ લાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...